મોરબી : પાસના આગેવાનો દ્વારા સિવિલ હોસ્પીટલમાં ફ્રુટ વિતરણ કરાયું

- text


હળવદના પાસ કન્વીનર સ્વ.પંકજ પટેલની પ્રથમ પુણ્યતિથિએ ગરીબ દર્દીઓને ફ્રુટ અપાયા

મોરબી : હળવદના પાસ કન્વીનર સ્વ.પંકજ પટેલની પ્રથમ પુણ્યતિથિએ આજે મોરબી જીલ્લા પાસની ટીમ દ્વારા મોરબીની સરકારી હોસ્પીટલમાં ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ કરી પાસના જાબાજ યુવા સ્વ.પંકજ પટેલને ભાવાંજલિ અપાઈ હતી. આ તકે મોરબી જીલ્લા પાસ કન્વીનર મનોજ પનારા, દિનેશ પટેલ, સંજય અલગારી,મહેશ રાજકોટિયા, જીતુભાઈ વિરપર,નયનભાઈ કાવર સહિતની પાસની ટીમ ઉપસ્થિત રહી હતી. ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ કાર્યક્રમ અંગે મોરબી જીલ્લા પાસ કન્વીનર મનોજ પનારાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે હળવદ પાસ કન્વીનર સ્વ.પંકજ પટેલની આજે પ્રથમ પુણ્યતિથિ હોય તેને સાચી અને પ્રેરણાદાયી શ્રધાંજલિ આપવા આવી હતી. મોરબી જીલ્લા પાસ ટીમ સમાજમાં રચનાત્મક કાર્યો કરી અનેરું ઉદાહરણ પૂરું પડ્યું છે.

- text