મોરબી જુના ઘુંટુ રોડ પર કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ગતરાત્રીના પેટ્રોલિંગમાં હતી ત્યારે જુના ઘુંટુ રોડ પર રેઢી પડેલી શંકાસ્પદ કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

- text

મોરબી તાલુકા પીએસઆઇ ગઢવી સહિતનો સ્ટાફ ગત રાત્રીના પેટ્રોલિંગમાં હતો ત્યારે જુના ઘુંટુ રોડ પર રેઢી પડેલી અલ્ટો કાર નં. જીજે 3DN 7052 શંકાસ્પદ લાગતા કારની તલાશી લેતા કારમાંથી રૂ. 26,700ની કિંમતની 37 બોટલ દારૂ અને 24 ટીન બિયરના મળી આવ્યા હતા. પોલીસે અજાણ્યા કાર ચાલાક સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતીકાત્મક ફાઈલ ફોટો

- text