મકનસર ગામે સરકારી જમીનનું પ્લોટીંગ કરી વેચતા ૧૪ સામે છેતરપીંડીની ફરિયાદ

- text


મોરબી : મકનસર ગામે સર્વે નંબર ૧૩૩ પૈકીની સરકારી જમીનનું પ્લોટીંગ કરી વેચાણ કરતા ૧૪ લોકો સામે મોરબી મામલતદાર એ.જી.કૈલાએ છેતરપીંડીની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મોરબીના મકનસર ગામે કેટલાક લોકો સરકારી જમીનનું વેચાણ કરતા હતા. તેથી મામલતદાર એ.જી. કૈલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ૧૪ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના નોંધાવ્યા પ્રમાણે મકનસર ગામે સર્વેનં ૧૩૩ પૈકીની સરકારી જમીન ખરાબામાં પ્લોટીંગ કરી વેચતા પુનાભાઈ સોડાભાઈ ભરવાડ, વેલજી નાથુભાઈ સેખવા, વજુભાઈ બેચરભાઈ સોલંકી, દેવસીભાઈ આલાભાઇ પરમાર, ભુપતભાઈ બચુભાઈ ભુંડિયા,લાલભાઈ ઉર્ફ કરસનભાઈ ભુંડિયા, છગનભાઈ બચુભાઈ ભુંડિયા, રામભાઈ ગમારા, લક્ષમણભાઈ ગમારા, સુરેશભાઈ દેવસીભાઈ ચાવડા, સુરેશભાઈ પાતરીયા(વાવડીવાળા), રાઘાભાઇ ગમારા, મણીબેન વજુભાઈ સયલાવાળા, બળવંતભાઈ નાથુભાઈ સામે મામલતદાર એ.જી. કૈલાએ છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની પી.એસ.આઈ. જી.આર. ગઢવી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text