મોરબી : સરડવા પરિવારની મહિલાઓ માટે ફ્રી સમરકેમ્પ યોજાયો

- text


સામાજિક કાર્યકર બીનાબેન દેત્રોજા અને હેમબેન દવેએ સરડવા પરિવારની બહેનોને વિવિધ વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું

મોરબી : મોરબીમાં પ્રથમવાર સરડવા પરિવારની મહિલાઓનાં લાભાર્થે ફ્રી સમરકેમ્પનું આયોજન ૧૫ મેથી ૨૧ મેનાં રોજ ધુનડા ગામની બાજુમાં, વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ સમરકેમ્પની તમામ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન રાજકોટનાં ‘લાઈફ લાઈન ફાઉન્ડેશન’નાં બીનાબેન દેત્રોજા તથા ‘ઓજસ્વીની ફાઉન્ડેશન’નાં હેમલબેન દવે દ્વારા આપવામાં આવ્યું હતું. આ તકે સરડવા પરિવારના આગેવાન વિજયભાઈ સરડવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ફ્રી સમરકેમ્પમાં આશરે ૯૭ જેટલી મહિલાઓએ ભાગ લઈ સ્વને ઓળખો, સમયની સાચવણ, રોગ ભગાવો દવા વગર, શબ્દોની મધુશાળ, ક્રોધ અને તણાવમુક્તિ તથા પરિવારને આઠમો વાર જેવા વિષય પર બીનાબેન દેત્રોજા અને હેમલબેન દવે પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. સરડવા પરિવારની બહેનો માટે મફત સમરકેમ્પને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ કન્વીનર ભાવિષા ગૌરીબેન સરડવાએ વિશેષ જહેમત ઉઠાવી સમગ્ર આયોજનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

- text