મોરબી : પ્રિમોનસૂન કામગીરી માટે તંત્ર સજાગ

- text


- text

દર વર્ષની જેમ આ વર્ષ પણ પ્રિમોનસૂન કામગીરી કાગળ પર જ રહેશે કે અમલમાં આવશે એ જોવું રહ્યું

મોરબી : પાલિકા તંત્રએ ચોમાસા પૂર્વે પ્રિમોનસૂન કામગીરીની કવાયત શરુ કરી છે. જે બદલ પાલિકાના જેતે કર્મચારીઓને જવાબદારીઓ પણ સોપવામાં આવી છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષ પણ પ્રિમોનસૂન પ્લાન ફક્ત કાગળ પર જ રહેશે કે હકીકતમાં અમલમાં આવશે એ તો સમય જ નક્કી કરશે.
આગામી ચોમાસામાં સંભવિત વરસાદ, વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવાના પગલે મોરબી નગરપાલિકાએ સાવચેતીના આગોતરા પગલા રૂપે પ્રિમોનસૂન પ્લાન ઘડી કાઢ્યો છે. જે અંતર્ગત સેનિટેશન, વોટર વર્કસ અને ડ્રેનેજ વિભાગને શહેરનાં તમામ નાલા, ગટર, બગદા વગેરેની સફાઈ કરવાનું અને પાણી ભરાતું હોય તેવા સ્થળનાં ખાડા બુરવા સૂચવી આપ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ આવતા ખાતાએ પણ જરૂરી વિગતો મેળવી પ્રિમોનસૂન કામગીરી શરુ તો કરી છે પરંતુ આજ સુધી આ કામગીરી યોગ્ય રીતે ન થતા વરસાદ આવે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ સર્જાતી આવી છે. દર વર્ષે નાના અમથા ઝાપટામાં મોરબી પાણીપાણી થઈ જાય છે. જે પાછળ વોકળાની નિયમિતપણે સફાઈ કરવામાં આવતી ન હોવાનું કારણ જવાબદાર છે. આ વર્ષે પાલિકા તંત્ર માત્ર કાગળ પર જ કામ કરશે કે હકીકતમાં પ્રિમોનસૂન પ્લાનને સફળ બનાવશે તે તો ચોમાસાનાં વરસાદ દરમિયાન જ નક્કી થશે.

- text