શનાળા રોડ પરની સોસાયટીની મહિલાઓની પાણી પ્રશ્ને કલેક્ટરને રજૂઆત

- text


મોરબી કલેક્ટરે મહિલાઓને શાંતિથી સાંભળી તેમનો પાણી પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી

મોરબી : મોરબીના શનાળા રોડ પર સમયના ગેઇટ પાસે આવેલી નીતિન પાર્ક સોસાયટીની મહિલાઓએ આજે કલેકરટ કચેરીએ દોડી જઈ પાણી પ્રશ્ને હંગામો મચાવી ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે મોરબી કલેક્ટરે મહિલાઓને શાંતિથી સાંભળી તેમનો પાણી પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી.
નીતિન પાર્ક સોસાયટી વિસ્તારમાં અંદાજે 500 ઘર આવેલા છે. આ વિસ્તરામાં પીવાનું પાણી યોગ્ય માત્રામાં આવતું ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના લોકોએ પોતાના ખર્ચે પાણીની લાઈન નાખી હોવા છતાં તંત્રના પાપે પીવાનું પાણી આવતા ભારે રોષ ફેલાયો છે. આ ઉપરાંત લાંબા સમયની આ સમસ્યાના ઉકેલ માટે પાલિકા તંત્ર જવાદારી લેવાના બદલે આ વિસ્તારમાં પાણી પોહ્ચાડવાની જવાદારી પાણી પુરવઠા વિભાગ પર ઢોળી હાથ ઉંચા કરી રહ્યું છે. જયારે સામ પક્ષે પા.પૂ. બોર્ડ પણ હાથ ઉંચા કરી પાલિકાની જવાબદારી હોવાનું રટણ કરતા અંતે આજે આ વિસ્તારની રોષે ભરાયેલી મહિલાઓએ મોરબી કલેક્ટર કચેરીએ દોડી જઈ તેમને પાણી ન આવવાથી પડતી હાલાકી અંગે કલેક્ટર આઈ.કે.પટેલને રજૂઆત કરી હતી. કલેક્ટરે મહિલાઓની રજૂઆત સાંભળી આ બાબતે પાલિકા અને પાણી પુરવઠા બંને વિભાગને એક સાથે બોલાવી પાણીનો પ્રશ્ન હાલ કરવાની ખાતરી આપી હતી.

- text