મોરબી નાગરિક બેન્કના એજન્ટોને પામટોપ અપાયા

- text


હવે ડેઈલી બચત ઉઘરાવા જતા એજન્ટો સ્થળ પર જ બેન્કની જમા રસીદ આપી શકશે

મોરબી : મોરબીની જુની અને જાણીતી મોરબી નાગરિક બેંકમાં દિવસે દિવસે ગ્રાહકોને સારી સુવિધા મળે તેવા પ્રયત્નો બેન્કના ચેરમેન અશ્વિન કોટક અને વાયસ ચેરમેન રાઘવજીભાઈ ગડારા દ્વારા હાથ ધરાઈ રહ્યા છે. નોટ બંધી સમયે પણ નાગરિક બેન્કે તટસ્થ કામગીરી કરી પોતાના ગ્રાહકોને અગવડતા ના પડે તેવું સફળ આયોજન કર્યું હતું. ત્યારે બેંકમાં વધુ સારી સુવિધાના ભાગરૂપે મોરબી નાગરિક બેન્કના ડેઈલી બચતના એજન્ટોને ડિજિટલ પામટોપ આપવામાં આવ્યા હતા. કુલ 12 એજન્ટોને બેંકના ચેરમન અશ્વિન કોટક અને વાયસ ચેરમેન રાઘવજીભાઈ ગડારાના હસ્તે પામ્તોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પામટોપના માધ્યમથી હવે ડેઈલી બચત ઉઘરાવા જતા એજન્ટો સ્થળ પર જ બેન્કની જમા રસીદ આપી શકશે. જેનાથી પારદર્શકતા જળવાઈ રેહશે અને ગ્રાહકોને ઘર આંગણે સુવિધા મળી રેહશે.

 

- text