મોરબી : જૂના બસસ્ટેન્ડમાં ખીસ્સા કાતરુઓથી સાવધાન !

- text


- text

આવારા તત્વોની હાથ સફાઈએ લીધો વધુ ચાર નિર્દોષ મુસાફરોનો ભોગ

મોરબી : જૂના બસસ્ટેન્ડમાં ખીસ્સા કાતરુઓનો આતંક દિવસે દિવસે વધતો જાય છે. આવારા તત્વોની હાથ ચાલાકીનો ભોગ ગરીબ લોકોને બનવું પડ્યું છે ત્યારે મોરબીનાં જૂના બસસ્ટેન્ડમાં પોલીસ દેખરેખ અત્યંત જરૂરી બની ગઈ છે.
મોરબીનાં મેઈન બજારમાં રેહતા પ્રકાશભાઈ દરજી નામનાં વૃદ્ધ પોતાના પુત્રવધુને બસમાં ચડાવતા હતાં તે સમયે કોઈએ તેમના ખીસ્સામાંથી મોબઈલ ચોરી લીધો હતો તો આવી જ એક રીતે અન્ય મુસાફરનું પાકીટ ચોરાઈ ગયું હતું. સાથોસાથ અન્ય બે મુસાફરોનાં મોબઈલ ચોરાયાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. આ ચારેય ચોરીના પીડિતોને કોણ, ક્યારે અને કેવી રીતે પાકીટ અને મોબઈલ ચોરી ગયું તેની કશી પણ જાણ ન થઈ એટલી બારીકાઈથી ચોર દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.
જૂના બસસ્ટેન્ડમાં હાથ સફાઈની ઘટના નવી નથી. છેલ્લાં કેટલાંક સમયથી ચોર ગર્દીનો લાભ ઉઠાવી અવારનવાર મુસાફરોને પોતાનો શિકાર બનાવતા આવ્યા છે. ઘણી વખત મામુલી રકમ કે વસ્તુની ચોરી થતી હોવાથી સામાન્ય માણસ પોલીસ સ્ટેશનનાં ચક્કરોમાં પડી ફરિયાદ પણ નોંધાવતા નથી. તો ક્યારેક પોલીસ મામૂલી ફરિયાદો અવગણી આ બાબતે ગંભીર પગલાં ભરતી નથી. વળી ક્યારેક તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે, કોઈ મુસાફર બસમાં ચડે અને કંડકટર ટીકીટનાં પૈસા માંગે ત્યારે ખીસ્સામાં હાથ નાખતા મુસાફરને પાકીટ ચોરાઈ ગયાનું માલૂમ પડતા કફોડી હાલતમાં મુકાઈ જાય છે. જૂના બસસ્ટેન્ડમાં હાથ સફાઈ કરનારા તત્વોને પોલીસ પાઠ ભણાવી આ દિશામાં સજાગ બને તે અત્યંત જરૂરી છે. આ તબ્બકે મોરબી અપડેટ પણ મુસાફરોને બસસ્ટેન્ડમાં પોતાના માલસામાનની વિશેષ કાળજી રાખવા અને શંકાસ્પદ વ્યક્તિ જણાતા પોલીસને 100 નંબર પર જાણ કરવા સૂચવે છે.

- text