મોરબી જીલ્લા પંચાયતમાં નવા નિમણુક થયેલા સ્ટાફનો DDOએ ક્લાસ લીધો

- text


 

નવનિયુક્ત ક્લાર્કની ટ્રેનીંગમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓની હાજરી

મોરબી : જીલ્લા પંચાયતમાં તાજેતરમાં કેટલાક નવા સ્ટાફની નિમણુક કરવામાં આવી છે .ત્યારે આ નવા સ્ટાફને તેમની કામગીરીનું માર્ગદર્શન માટે આજથી બે દિવસની ટ્રેનીગ શરૂ થઇ છે. જેમા ડી.ડી.ઓ. ખટાણાએ તેમનો કલાસ લીધો હતો .અને જીલ્લા પંચાયતનું પદ્ધતિસરનું જ્ઞાન આપ્યું હતું. નવનિયુક્ત ક્લાર્કની ટ્રેનીંગના ઉદઘાટન સમયે જિલ્લા પંચાયતના પદાધિકારીઓની હાજર રહ્યા હતા
મોરબી જીલ્લા પંચાયત કચેરીમાં તાજેતરમાં ક્લાર્ક, નાયબ ચીટનીશ, આસી.ટીડીઓ સહિતના સ્ટાફની નિમણુક કરવામાં આવી છે ત્યારે ડી.ડી.ઓએ તેમના માટે માર્ગદર્શન બે દીવસના ટ્રેનીગ સેમિનારનું આયોજન કર્યું છે..જેમાં ડીડીઓ એસ.એમ ખટાણા, નાયબ ડીડીઓ એન. ડી.ગોવાણીએ નવા સ્ટાફને આખો દિવસ જિ.પ.ની કાર્ય પ્રણાલી ,કેવા પ્રકારની કામગીરી કરવી ,તથા તમામ કામગીરી સહિતનું માર્ગદર્શન આપ્યું હતું. આ ટ્રેનીંગના ઉદઘાટન સમયે મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખ સોનલબહેન ઘનશ્યામભાઈ જાકાસણીયા, જિલ્લા કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામભાઈ ગોરધનભાઈ જાકાસણીયા, જીલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા તથા જીલ્લા પંચાયત ન્યાય સમિતિનાં ચેરમેન પીંકુબેન ચૌહાણ સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

- text