માળીયા (મીં ) નજીક ઉપલેટા પોલીસની જીપ પલ્ટી મારી ગઈ

ઉપલેટા પીઆઇ વ્યાસ અને ડ્રાયવરને સામાન્ય ઇજા પોહચી

માળીયા (મીં ) : કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં ફરજ પુરી કરી પરત ફરી રહેલી ઉપલેટા પોલીસની જીપને માળીયા મિયાણા નજીક સુરજબારી પુલ પાસે અકસમાત નડ્યો હતો. આ અંગે માળીયા મિયાણાના પીએસઆઇ ડાભીએ જણાવ્યું હતું કે ઉપલેટા પોલીસની જી.જે.૧૮ જી ૧૮૩૩ નંબરની જીપ રવિવારની મોડી રાત્રીના સામે આવતા વાહનને તારવા જતા અચાનક બ્રેક લગાવતા જીપ પલ્ટી મારી ગઈ હતી. સદનસીબે જીપમાં સવાર ઉપલેટા પીઆઇ વ્યાસ અને તેના ડ્રાયવરને સામાન્ય ઇજા જ પોહચી હતી. જેમને માળીયા હોસ્પિટલને પ્રાથમિક સારવાર આપી રાજા આપી દેવાય છે.