વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આફ્રીકન બેંકની મિટિંગમાં મોરબી સિરામિકનાં પ્રમુખોની હાજરી

ટ્રાન્સફોર્મીંગ એગ્રીકલ્ચર આફ્રીકન ડેવલોપમેન્ટ બેંક ગ્રુપ દ્વારા આયોજીત મિટિંગ અને એક્ઝીબિશનમાં વેપારની તક તપાસતા સિરામિક એસો. પ્રમુખો

મોરબી : આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નાં વરદ હસ્તે ગાંધીનગર ખાતે ટ્રાન્સફોર્મીંગ એગ્રીકલ્ચર આફ્રીકન ડેવલોપમેન્ટ બેંક ગ્રુપ દ્વારા આયોજીત મિટિંગ અને એક્ઝીબિશનનાં ઉદ્દઘાટન કાર્યક્રમમાં મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયા, નિલેશભાઈ જેતપરિયા અને કિરીટ પટેલ સહિતના હોદેદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરૂણ જેટલી અને ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના મંત્રીમંડળ અને અધિકારીઓ સહિત ૧૫૦૦થી વધુ આફ્રિકન બીઝનેસમેન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોરબી સિરામીક ઉદ્યોગ વતી પ્રમુખોએ હાજરી આપી આફ્રીકામાં વેપાર કરવા માટે રહેલી તકોની એક્ઝીબિશનમાં માહિતી મેળવી હતી.