મોરબી સિરા.એસો દ્રારા અરૂણ જેટલીને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જીએસટી ઘટાડવા રજૂઆત

અરુણ જેટલીએ પોઝિટિવ રિસ્પોન્સ આપી યોગ્ય કરવાની ખાતરી આપી છે : કે.જી.કુંડારીયા

મોરબી : આજ રોજ કર્ણાવતી ક્લબ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરૂણ જેટલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ અને રાજ્યના આશરે ૫૦૦ લોકો સાથે ઇન્ટરેકટ મીટીંગ ઇકોનોમી ગ્રોથ માટે રાખવામા આવેલ હતી.
જેમાં મોરબી સિરામીક એશોસીયેસનના હોદ્દેદારો એ હાજરી આપી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને એશોસીયેસન દ્વારા સિરામક પ્રોડકટ ઉપર જીએસટી ટેક્સમા ૨૮ %ના સ્લેબના બદલે ૧૮% સ્લેબમા લેવા માટેની રજૂઆત કરેલી હતી. આ અંગે મોરબી સિરામિક એસોશિયેશનના પ્રમુખ કે.જી.કુંડારીયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે અરુણ જેટલીને રૂબરૂ મળીને GST ઘટાડાની માંગ કરતુ આવેદન આપ્યું છે. આ બાબતે અરુણ જેટલીએ પોઝિટિવ રિસ્પોન્સ આપી યોગ્ય કરવાની ખાતરી આપી છે. આ કોન્ફરન્સમાં મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયા, નિલેશભાઈ જેતપરિયા અને કિરીટ પટેલ તેમજ વરમોરા ગ્રુપના પ્રકાશ વરમોરા સહિતના હોદેદારોએ હાજરી આપી હતી