મોરબી : દલિત મહિલાઓ આયોજીત પ્રથમ સમૂહલગ્ન ધામધૂમથી પૂર્ણ

- text


 

મોરબી : ફ્રિડમ ફાઉન્ડેશન અને વાત્સલ્ય ફાઉન્ડેશનનાં સહયોગથી મોરબી જિલ્લાની દલિત મહિલાઓ દ્વારા રવિવારે રાત્રીના મેળાનું ગ્રાઉન્ડ, રામકો ફાર્મ, કામઘેનું પાર્ટીપ્લોટની બાજુમાં પંચાસર બાયપાસ ચોકડી મોરબી ખાતે ધામધૂમથી સમૂહલગ્ન યોજાયા હતા.આ સમૂહલગ્ન મહિલાઓ સંચાલિત હોવાથી મહિલાઓ જ જાન આગમન, સામૈયા, હસ્તમેળાપ, સત્કાર સમારંભ, વેગેરે જેવી વિધિઓ કરાવી નવ દીકરીઓનું કન્યાદાન કર્યું હતું. વિશેષ મહત્વની બાબત એ પણ છે કે, મહિલા સંચાલિત સમૂહલગ્નમાં સૌથી વધુ દાન પણ સમાજની બહેન, દીકરી અને મહિલાઓ પાસેથી જ મળ્યું હતું. આ સમૂહલગ્નને સફળ બનાવવા ભાનુબેન નાગવાડીયા, નંદિનીબેન પરીયા, હંસાબેન પારઘી સહિત મોટી સંખ્યામાં બહેનો જહેમત ઉઠાવી હતી..

- text