કિર્તીદાન ગઢવીએ મોરબીમાં લગ્ન પ્રસંગે હાજરી આપી

- text


મોરબી જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ અજયભાઈ લોરિયાની બેહેનના લગ્નમાં કિર્તીદાને પત્ની સાથે ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા

મોરબી : મોરબી જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ અજયભાઈ લોરિયાની બેહેનના લગ્નમાં કિર્તીદાને પત્ની સાથે ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વચન આપ્યા હતા. લોરિયા પરિવારની લાડકી દીકરીના તા.૨૧ ને રવિવારના રોજ બંધન પાર્ટી પ્લોટ,નાની વાવડી,સતનામ ગૌશાળા સામે ખાતે લગ્ન યોજાયા હતા. જેમાં મોરબીના ધારાસભ્ય અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા સહીત અનેક રાજકીય, સામાજિક તથા દરેક ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં ડાયરાના જાણીતા પ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવીએ પણ પરિવાર સાથે લોરિયા પરિવારના આંગણે યોજાયેલા લગ્ન સમારંભમાં હાજરી આપતા કિર્તીદાન હાજર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. મોરબી જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ અજયભાઈ લોરિયા અને કિર્તીદાન ગઢવી વચ્ચે મિત્રતાનો સેતુ બંધાયેલો છે. આ મિત્રતાના સબંધે કિર્તીદાને પોતાની પત્ની સાથે ખાસ લોરિયા પરિવારના શુભ પ્રસંગે હાજર રહ્યા હતા. લગ્ન સમારંભમાં મેહમાન તરીકે ઉપસ્થિત રહેલા કિર્તીદાન ગઢવીએ સમારંભમાં ઉપસ્થિત લોકોની લાગણીને માન આપી “મારી લાડલી ” ગીત ગાઈને સૌને પોતાના સુરીલા અંદાજમાં ડોલાવ્યા હતા. તેમેજ કલાકારો સરસ્વતીબેન હિરપરા અને રમેશભાઈ હીરપરાએ સુંદર લગ્ન ગીતો ગાઈને હાજર સૌને સુમધુર સંગીત પીરસ્યું હતું.

- text