મોરબી : પ્રદૂષણ ફેલાવનારા સામે ખુદ સિરામિક એસો. ફરિયાદી બનશે

- text


- text

ગેસીફાયરનાં ઉપયોગકર્તા સામે સિરામિક એસો. કે પ્રદૂષણ બોર્ડને વાંધો નથી, વાંધો છે પ્રદૂષણ ફેલાવનારાઓ સામે

મોરબી : મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયાએ મોરબી અપડેટનાં માધ્યમથી જણાવ્યું છે કે, આજ રોજ એનડીટીની મુદત હતી જેનું તારણ સિરામિક ઉદ્યોગકારોનાં પક્ષમાં આવ્યું છે. આપણા ગેસીફાયરને બચાવવામાં વધુ તકલીફ નહી પડે. તેમ છતા વિનંતી સાથે અપીલ છે કે, પર્યાવરણને નુકસાન થાય તેવું એક પણ પગલું કોઈનાં દ્વારા પણ ન ભરવામાં આવે. ગેસીફાયર ચલાવવામાં સરકાર, પ્રદૂષણ બોર્ડ કે સિરા.એસો.ને કોઈ વાંધો નથી પરંતુ કોઈપણ વ્યક્તિ કે એકમ પ્રદૂષણ ફેલાવશે તો ખુદ મોરબી સિરામિક એસો. ફરિયાદી બનશે. આથી સૌ સ્વૈચ્છિક સામાજિક જવાબદારી સ્વીકારી પ્રદૂષણ ફેલાવે કે પ્રદૂષણ ફેલાવનારાઓને અટકાવી કડક કાર્યવાહી કરે તેવું સિરામિક એસો.પ્રમુખ કે.જી. કુંડારિયાએ જાહેર અપીલ કરી છે.

- text