મોરબી : મદની સરકાર ગ્રુપ દ્વારા ફ્રિમાં એજ્યુકેશન કીટ વિતરણ

- text


મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ મદની સરકાર ગ્રુપ દ્વારા ધોરણ ૧ થી ૧૦નાં ૧૫૧ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સ્કૂલ કીટ વિતરણનું આયોજન તા.૨૧ મેનાં રોજ એમ.એસ ગ્રુપ કરવામાં આવ્યું હતું. મદની સરકાર ગ્રુપનાં સ્થાપક સૈયદ હાજીમહંમદ સિદ્દીકબાપુ હાજીમદની બાપુ દ્વારા અપાયેલી વિનામૂલ્યે એજ્યુ. કીટમાં દફતર, પાઠ્યપુસ્તકો, કંપાસ, લંચબોક્સ, વોટર બેગ, યુનિફોમ સહિત શિક્ષણ માટે જરૂરી ચીજવસ્તુઓ સાથે ફી પણ આપવામાં આવી હતી.

- text