મોરબીમાં સામાકાંઠે રાવળદેવ યુવાનની હત્યા

મોરબી : મોરબી સિટી ક્રાઇમ સીટી બનતું જાઈ છે. રવિવારે સવારે જૂની અદાવતમાં સામાકાંઠે રામકૃષ્ણ નગરમાં રહેતા રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણની તીક્ષણ હથિયારથી હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. મોરબી પોલીસે બનાવની નોંધ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
સામાકાંઠે રામકૃષ્ણ નગરમાં રહેતા રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણ અને કલ્પેશ કાંતિલાલ મકવાણા પર આજે સવારે તેના ઘર પાસે ત્રણ શખસોએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં બંને યુવાનને ગંભીર ઇજા થતા પ્રથમ સરકારી બાદ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. જ્યાં રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણનું ટૂંકી સારવાર બાદ મુત્યુ હતું. જ્યારે કલ્પેશ કાંતિલાલ મકવાણા નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતા બી ડીવીસન પીએસઆઇ મજગુલ, DySP કે.બી.ઝાલા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ બનાવમાં હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રામકૃષ્ણ નગરમાં રહેતા રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણ અને તેના મિત્ર પર જૂની અદાવતમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણનું મોત નીપજ્યું હતું. પોલીસે હુમલાખોરોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટનાની વધુ અપડૅટ માટે નીચેની લિંક પર ક્લિક કરો

મોરબી : રાવળદેવ યુવાનની હત્યામાં ત્રણ સામે હત્યાનો ગુન્હો નોંધાયો