મોરબી : ⁠⁠⁠માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ

- text


પટેલ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, નીલકંઠ સ્કૂલ પાસે, ઇન્ડુસઇન્ડ બેંકની બાજુમાં રવાપર રોડ ખાતે રાહત દરે ચોપડા મળશે 

મોરબી : વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસરુચિ જળવાઈ તેઓ ઉત્તરોત્તર પ્રગતિ સાધે એ હેતુસર માતૃભૂમિ વંદના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિંગલ લાઈન, ફોર લાઈન, સ્કવેર લાઈન, સાદો ફુલસ્કેપ ચોપડાનું રાહત ભાવે વેંચાણ કરવામાં આવશે. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ મોરબીમાં પટેલ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, નીલકંઠ સ્કૂલ પાસે, ઇન્ડુસઇન્ડ બેંકની બાજુમાં રવાપર રોડ ખાતે કરવામાં આવશે. વધુ વિગત માટે મો. ૯૮૭૯૮૨૪૧૬૯ સંપર્ક કરી શકાય છે. મોરબી જિલ્લાનાં વધુમાં વધુ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો રાહત દરનાં ચોપડા ખરીદે તેવું માતૃભૂમિ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text