દુબઈમાં વિશ્વકક્ષાનાં સિરામિક એક્સિબીઝનમાં મોરબી સિરામિક એસો.નું પ્રતિનિધત્વ કરતો ભવ્ય સ્ટોલ

નવેમ્બર ૨૦૧૭માં ગાંધીનગર ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પોનો સમગ્ર વિશ્વમાં પ્રચાર-પ્રસાર અને પ્રશંસા

મોરબી : દુબઈમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે સ્ટોન, મારબલ અને સિરામિકનો ઇન્ટરનૅશનલ Middle East stone એક્સિબીઝનનું આયોજન તા. ૨૨ થી ૨૫ મેનાં રોજ કરવામાં આવ્યું છે. આ એક્સિબીઝનમાં વોલ ટાઈલ્સ, ફ્લોર ટાઈલ્સ,વીટ્રીફાઈડ ટાઈલ્સ, સેનેટરી વેર્સ અને બાથ ફીટીંગનાં સ્ટોલ્સનાં સ્ટોલ સાથે દુનિયાભરનાં સિરામિક શહેરો ભાગ લઈ પોતાનાં પ્રોડક્ટ્સનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે મોરબી સિરામિક એસો. એ આ એક્સિબીઝનમાં પોતાનો સ્ટોલ Booth 3D30, ICC India pavilion રાખી મોરબી સિરામિક ઉદ્યોગનું ભવ્ય માહિતી આપતું જ્ઞાનપ્રદ પ્રદર્શન ગોઠવ્યું છે. મોરબી સિરામિક એસો. અને ઓક્ટાગોન કોમ્યુનિકેશન સહિત અનેક સંસ્થાઓ દ્વારા વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પો ૨૦૧૭નો ઠેરઠેર પ્રચાર કરવામાં આવી રહ્યો છે એ સમયે સમગ્ર વિશ્વનાં સિરામિક બજારો આ આયોજનથી માહિતગાર થઈ પ્રશંસા કરી રહ્યાં છે.
મોરબી સિરામિક ઉદ્યોગને વિશ્વસ્તરે લઈ જઈ વધુને વધુ વિકસિત અને મજબૂત બનાવવા તા. ૧૬ થી ૧૯ નવેમ્બર ગાંધીનગર ગુજરાતમાં થનારા વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પો ૨૦૧૭ માટે કેનેડા બાદ દુબઈમાં મોરબી સિરામિક એસો.નો સ્ટોલ મોરબી સિરામિકનો પ્રચાર કરશે.