મોરબી : ટ્રાફિક નિયમોના ભંગ કરનાર સામે LCBની લાલ આંખ

- text


ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા ૧૩ વાહનચાલકો દંડાયા

- text

મોરબી : ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ પોલીસતંત્ર માટે પડકારજનક બની રહ્યું છે તો બીજી તરફ ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરીને બેફામ દોડતાં વાહનોને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થવા જઈ રહ્યો છે. ત્યારે મોરબી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ અધિક્ષક કે.બી.ઝાલાએ ટ્રાફિક નિયમોના ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા એલ.સી.બી. ઇન્ચાર્જ પો. ઇન્સ. બી.આર.પરમાર તથા એલ.સી.બી/પેરોલ ફ્લોં સ્ટાફને સૂચના આપતા ટ્રાફિકનાં કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી ટાઉનમાથી એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ટુ વ્હીલર તથા ઓટો રીક્ષા ડિટેઇન કરવામાં આવી હતી. એમ.વી.એક્ટ ૧૮૫ મુજબ કેફી પદાર્થો પીધેલી હાલતમાં વાહન ચલાવતા સામે ૪ કેસો નોંધાયા. તેમજ જી.પી.એક્ટ કલમ ૩૭(૧) ૧૩૫ મુજબ હથિયાર સાથે વાહન ચાલાવનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા મોરબીવાસીઓ સલામત સવારી કરે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text