મોરબી : બાળકોને જોવું અને વાંચવું ગમે તેવું સચિત્ર ગૌ માતાનું પુસ્તક પ્રકાશિત

- text


મોરબી : ભારતીય સંસ્કૃતિનાં ભૂલાયેલા તત્વો ફરી ઉજાગર થઈ રહ્યા છે તેમાનું એક અતિ ધાર્મિક અને પવિત્ર તત્વ એટલે ગૌ માતા. ગૌપ્રેમી, ગૌઅભ્યાસુ ભાઈ શ્રી પ્રાણજીવન કાલરીયા તન, મન, ધનથી ગૌ સંસ્કૃતિને સાહિત્યનાં માધ્યમથી જનજન સુધી પહોંચાડવા ઉદ્દેશથી અને એકલો જાને રેના કૃતનિશ્ચયથી વળગ્યા છે. પોતાનું પ્રથમ પુસ્તક “સંસ્કૃતિનોનો પ્રાણ : ગોપાલન”ને લોકભોગ્ય બનાવ્યા પછી બાળકોને કેન્દ્રસ્થાને રાખી સરસ કલરફુલ સચિત્ર પુસ્તક “ગૌમાતા (સચિત્ર ગૌકથા)” પ્રકાશિત કરી ચૂક્યા છે. સંસ્કાર ઇચ્છુક વ્હાલીઓ અને શાળા સંચાલકોને આ પુસ્તક બાળકો-વિદ્યાર્થી સુધી પહોંચતું કરવા હૃદયપૂર્વક પ્રાણજીવન ભાઈ તરફથી આહવાન છે. આ અમૂલ્ય પુસ્તકની કિં. રૂ. ૭૫ છે. સેવાકીય પ્રવૃત્તિ અને જનજાગૃતિનાં ભાગરૂપે સ્કૂલ કોલેજના ઓર્ડર ઉપર વિશેષ ડિસ્કાઉન્ટ મેળવી શકાશે. આ માટે શ્રી પ્રાણજીવન ભાઈનો (મો. 9426232400) સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સંસ્કૃતિ રક્ષાના આ પ્રેરણાદાયી કાર્યને સ્વામી શ્રી ભાણદેવજીના આશીર્વાદ પ્રાપ્ત છે.

- text