ટંકારા : આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં શિક્ષણ તંત્રની કામગીરી સામે વ્હાલીઓની શંકા અને રોષની લાગણી

- text


- text

ભણતરનાં હક્કથી ૧૪ બાળકોને વંચિત રખાતા શિક્ષણ વિભાગ પર સવાલ અને નિશાન

ટંકારા : તાલુકામાં આ વર્ષે સરકાર દ્વારા ઓનલાઈન આરટીઈ પ્રવેશ પ્રક્રિયાની અરજી માટે ખાસ કેન્દ્ર ઊંભું કરી કરવામાં આવી હતી. જે અંતર્ગત ટંકારાની ૧૪ ખાનગી શાળામાં આવેલી ૧૧૭ અરજીઓ માંથી ૧૦૩ અરજીઓ મંજુર થઈ ૧૪ અરજીઓ નામંજુર થતા વ્હાલીઓમાં રોશની લાગણી પ્રગટી હતી. જેથી નારાજ વ્હાલી અને સામાજિક આગેવાનોએ અગામી સમયમાં આ વિશે ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવાનો નિર્ણય કાર્યો છે.
આ સાથે એ બાબતે સૌનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું છે કે, ઘણાં વ્હાલીઓએ પોતાનું બાળક ધો.૨માં અભ્યાસ કરતુ હોવા છતા આરટીઈની અરજી કરેલી હતી. જે મંજુર થયેલી છે પણ એ જગ્યાઓ પર એ પ્રવેશ મળેલા બાળકો એડમિશન ન લેતાં બીજા જરૂરિયાતવાળા ૧૪ બાળકો પ્રવેશથી વંચિત રહેશે.
વળી, ટંકારામાં આ વર્ષ શરુ થયેલી નવી બે શાળામાં સરકારી પ્રવેશ પ્રક્રિયા વહેલી અને શાળાને મંજૂરી મોડી મળી હોવાથી આરટીઈની અમલવારી શૂન્ય રહેશે. આ ઘટનાથી સીધું શંકાનું નિશાન શિક્ષણવિદ અને સરકારનાં વલણ પર જઈ અટકે છે કે, શું સરકાર કે શિક્ષણ વિભાગને આગોતરા આયોજન કરવાની જાણકારી નથી કે યેનકેન પ્રકારે ખાનગી શાળાને ફાયદો કરવાનું આ કારસ્તાન છે?
આ તમામ બાબતે ટંકારાનાં ધારાસભ્ય સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, એકપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે માટે સરકાર કટિબદ્ધ છે. ખાનગી શાળા સાથે શિક્ષણ મંત્રાલય યોગ્ય વાતચીત કરી ઘટતું કાર્ય કરી સરકારી શાળામાં પ્રત્યેક બાળક શિક્ષણ લે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
આખા ગુજરાતમાં વ્યાપેલા આરટીઈનાં વાવાઝોડાથી હવે ટંકારા પણ બાકાત નથી ત્યારે પ્રવેશથી વંચિત ૧૪ બાળકો અને બે ખાનગી શાળા પ્રત્યે સરકાર અને શિક્ષણ વિભાગનું વલણ કેવું રહેશે તે ચર્ચા અને શંકાનો વિષય બન્યા છે. આરટીઈ હેઠળ પોતાના બાળકોને શિક્ષણનો હક્ક અપાવવાનાં હેતુસર વ્હાલીઓ પણ ઉગ્ર રજૂઆત કરવાના મૂડમાં દર્શાય રહ્યા છે.

- text