મોરબી : વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૨૧ મેનાં રોજ કૃષ્ણલીલાનું આયોજન

- text


યુવા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજકુમારજી મહોદયશ્રીનાં સાનિધ્યમાં મોરબીના આંગણે સૌ પ્રથમવાર નાચત કૃષ્ણ નચાવત ગોપી સંગીતમય નૃત્ય નાટીકા

મોરબી : વલ્લભ યુથ ઓર્ગેનાઇજેશન આયોજીત શ્રી કૃષ્ણ વર્લ્ડના પ્રચારાર્થે શ્રી કૃષ્ણ ભગવાનની દિવ્ય લીલા પર આધારિત નાચત કૃષ્ણ નચાવત ગોપી (કૃષ્ણા માય લવ) સંગીતમય અવિસ્મરણીય નૃત્ય નાટીકા વિરાસત ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય પૂ,પા.ગો ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં શ્રી કૃષ્ણલીલા કાર્યક્રમનું આયોજન તા. ૨૧ મેનાં રોજ સાંજે ૮:૩૦ કલાકે ગાંધી ગ્રાઉન્ડ, સ્કાય મોલ પાસે શનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે. આ દિવ્ય પ્રસંગે કાર્યક્રમ સમિતિનાં સ્વાગત અધ્યક્ષ મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ), સંયોજક મહેન્દ્ર ફળદુ (એડવોકેટ), જગદીશભાઈ કોટડીયા (ફાલ્કન પંપ) અને સહસંયોજક અરવિંદ બારૈયા (શ્રી ગણેશ મંડપ), કીરણ વાછાણી (ગેલેક્સી ઇવેન્ટ), ભાવેશ ફળદુ (આઈકોન ગ્રુપ) વીવાયઓ સૌરાષ્ટ્ર પ્રમુખ રાકેશભાઈ દેસાઈ, મેમ્બરશીપ હેડ શૈલેષભાઈ ઘાઘરા અને વીવાયઓ રાજકોટ જિલ્લા પ્રમુખ જયેશભાઈ વાછાણી વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને ચારચાંદ લગાવી શોભાવી ઉઠાડશે.
મોરબી જિલ્લાનાં ભક્તોજનોને કૃષ્ણમય બનાવવાનાં હેતુસર સૌ પ્રથમવાર ભક્તિ-ગીત-સંગીતનાં અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ અવસરે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન પરિવાર તથા મોરબી સિરામિક એસોશીયેશન તરફથી સમગ્ર મોરબી જિલ્લાની જનતાને આ દિવ્ય પ્રસંગનો લાહવો લેવાં ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text