મોરબી : વિકલાંગ તેમજ અનાથ બાળકોના લાભાર્થે તા.૨૦ મેનાં રોજ સંતવાણી ડાયરાનું આયોજન


મોરબી : માં પીતામ્બરા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિકલાંગ તેમજ અનાથ બાળકોના લાભાર્થે તા.૨૦ મેનાં રોજ ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં ભજનીક કલાકાર અનામ સાધુ તેમજ સાથી કલાકારો દ્વારા ભજન, ડાયરો, રાસગરબા તેમજ હાસ્ય કાર્યક્રમ હાસ્યનો તરખાટ પ્રેમ સોઢા જેવા જાણીતા કલાકારો દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમોનું આયોજન તા.૨૦ મેનાં રોજ રાત્રે ૯ કલાકે કષ્ટભંજન હનુમાનજી મંદિર, કુબેર નગર સોસાયટી-૧ નવલખી રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મા પીતામ્બરા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી નગરજનોને પરિવાર સાથે સર્વેને પધારવા માટે અપીલ કરવામાં આવી છે.