સિરામિક ઉદ્યોગકારો માટે જીએસટી વિષે માહિતી આપતો સફળ સેમિનાર યોજાયો

- text


વેપારી, ઉદ્યોગકારને જીએસટી અંગે મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ સાથે તમામ જાણકારી અપાઈ

મોરબી : આજ રોજ સિરામિક એસો. હોલમાં જીએસટી વિષય અંતર્ગત મોરબી જિલ્લાનાં વેપારી-ઉદ્યોગકારોને મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ લાવવાના હેતુસર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સેમિનારમાં રાજકોટ ડિવીઝનના એડી. કમિશ્નર શ્રી વસાવે સાહેબ, કમિશ્નર શ્રી ચંદનકુમાર તથા ડે. કમિશ્નર મનીષ કુમાર, ડે કમિશ્નર દોલત કુમાર સહિતની ટિમ હાજર રહી હતી⁠⁠⁠⁠. જીએસટીના અધિકારીઓની ટીમે સિરામિક વેપારીઓ અને ઉદ્યોગકારોને જીએસટીની તમામ પ્રક્રિયા અને જીએસટીની તમામ પ્રક્રિયા વિગતવાર સમજાવી અને વેપારી, ઉદ્યોગકારને જીએસટી અંગે મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ સાથે તમામ જાણકારી અપાઈ હતી.જેમાં આઈટીસી, ટેક્સ રીટર્ન ફાઈલ, ઓનલાઈન ટેક્સની વિગત આપી જણાવવામાં આવ્યું હતું કે, જીએસટીની તમામ પ્રક્રિયા અને માહિતી ઓનલાઈન છે. જીએસટીની કોઈપણ પ્રકારની ચુકવણી કે માહિતી મેળવવા કોઈ પણ કચેરીઓના ધક્કા ખાવાની જરૂરી નથી . જીએસટીની તમામ પ્રક્રિયા તેની વેબસાઈટ પર સ્પષ્ટ છે. બધું જ ઓનલાઈન હોવાથી સરળ અને સુલભ છે. આમ છતા કોઈપણ વેપારી ઉદ્યોગકારને જીએસટી વિષે વિસ્તૃત માહિતી જોઈએ તો જીએસટીની માહિતી કચેરીનો સંપર્ક કરી શકે છે.
સિરામિક વેપારી-ઉદ્યોગકારોએ આ સેમિનારથી ફાયદો થઈ જીએસટી અંગેનાં તમામ પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ આવવાનું જણાવ્યું હતું. આ સેમિનારમાં મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારીયા સાહેબ, નિલેશ જેતપરીયા, કિરીટ પટેલ સહીત મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

- text