વાંકાનેર પાલિકામાં ફિક્સ વેતનથી ૯ સફાઈકર્મીઓની ભરતી

- text


- text

સફાઈકર્મીઓનાં અંદોલનને આંશિક સફળતા

વાંકાનેર પાલિકાએ ઘણા લાંબા સમય પછી સરકારની માર્ગદર્શિકાનાં નીતિનિયમો મુજબ ૯ સફાઈકર્મીઓને ૫ વર્ષના ફિક્સ પગારધોરણે નિમણૂક આપી છે. વાંકાનેર પાલિકાના સફાઈકર્મીઓને કાયમી કરવાના મુદ્દે આશરે ચાર માસ ચાલેલા આંદોલનને આ નિમણૂકથી આંશિક સફળતા મળી છે.
વાંકાનેર પાલિકામાં સફાઈ કામદારોની નિમણૂક તેમજ કાયમી કરવાના મુદ્દે ચાર માસ પહેલા એક અંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જે આંદોલનમાં સફાઈકર્મીઓની ભરતી-પગાર અને કાયમી કરવાની માંગ સાથે અર્ધા મહિનાથી વધુ ચાલેલા આંદોલનને એ સમયે પૂર્ણ કરવા માજી નગરપતિ જીતુભાઈ સોમાણી અને તેમની ટીમ દ્વારા કલેકટર – પ્રાંત અધીકારી તેમજ પાલિકાનાં તંત્રએ ઘટતું અને સત્વરે કરવાની બાહેંધરી આપતા આંદોલન સમેટાયું હતું.
સફાઈકર્મીઓના આંદોલનનો પડઘો રાજ્ય સ્તરે પડતા અંતે રાજ્ય સરકાર દ્વારા જરૂરી કાગળો અને માહિતી વાંકાનેર પાલિકા પાસેથી એકઠી કરી પ્રાથમિક ધોરણે નવા ૯ સફાઈકર્મીઓની નિમણૂક કરવાની બહાલી વાંકાનેર પાલિકાને આપી હતી. જે ભરતી હાલના રાજ્ય સરકારના નીતિ નિયમો મુજબ ૫ વર્ષ માટે ફિક્સ વેતનધારા મુજબની રહેશે.
આજરોજ વાંકાનેર પાલિકાભવનમાં માજી નગરપતિ – જીતુભાઈ સોમાની, પાલિકા ઉપપ્રમુખ- ધર્મેન્દ્રસિંહ જાડેજા, નીતિનભાઈ શેઠ, શહેર ભાજપના દિનુભાઈ વ્યાસ સહીત ચૂંટાયેલી બોડીના સદસ્યો અને પાલિકાકર્મીઓની હાજરીમાં નિયુક્ત કરેલા ૯ સફાઈકર્મીઓને બહાલી પત્ર આપવામાં આવ્યો હતો. પાલિકાના સફાઈ કર્મીઓએ આ નિમણૂકને હર્ષભેર વધાવી પણ હતી. વાંકાનેર પાલિકામાં ફિક્સ પગારે નિમણૂક પામેલા સફાઈકર્મી સરકારના નીતિ નિયમો અનુસાર માસિક રૂ.૧૬,૨૨૪/ના ફિક્સ પગારે ૫ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓનાં નામ આ મુજબ છે :
(૧) પ્રવીણ મેરાભાઇ ઝાલા (૨) દેવા વિઠ્ઠલભાઈ રાઠોડ (૩) ભૂપત કેશાભાઇ સરેસા (૪) વિજય કેશાભાઇ ઝાલા (૫) વિજય ભવાનભાઈ સોલંકી (૬) વસંત જેઠાભાઈ સોલંકી (૭) મનસુખ હરિભાઈ રાઠોડ (૮) સોમાભાઈ હરિભાઈ રાઠોડ તેમજ હેમત જેઠાભાઈ સોલંકી

- text