ફી નિયંત્રણના મુદે હજી સુધી મોરબી જિલ્લાની એકપણ ખાનગી સ્કુલે એફિડેવિટ કરાવ્યું નથી

ખાનગી શાળાઓનું એફિડેવિટ કરવામાં ઉદાસીન વલણ

મોરબી :ખાનગી સ્કુલોમાં ફી વધારાના મુદે ભારે બબાલ ચાલી રહી છે. ત્યારે સરકારે ખાનગી સ્કૂલોને ફરજીયાત ફીના ધોરણે મામલે એફિડેવિટ કરવાની તાકીદ કરી છે. પરંતુ મોરબી જીલ્લાની ખાનગી સ્કૂલો હજી પણ આં બાબતે ઉદાસીન વલણ અપનાવી રહી છે. જીલ્લાની એકપણ ખાનગી સ્કુલોએ એફિડેવિટ કરાવ્યું નથી.
મોરબી જીલ્લામાં ૨૦ ઈગ્લીશ મીડીયમ સ્કૂલો સહિત ૭૮ પ્રાથમિક ખાનગી સ્કૂલો તથા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ૧૦૦ ખાનગી સ્કૂલો છે. જો કે હાલમાં ખાનગી સ્કૂલો તોતિંગ ફી વધારા સામે વાલીઓ ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. અને આં મામલે ખાનગી સ્કૂલો પર જબરી પસ્તાળ પડી રહી છે. ત્યારે મોરબી જીલ્લા પંચાયતમાં પ્રાથમિક શિક્ષણાધીકારીની કચેરી તથા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં વાલીઓ માટે હેલ્થ ડેસ્ક શરૂ કરાઈ છે. જેમાં ખાનગી સ્કૂલોની ફી મામલે વાલીઓએ ફરિયાદ કરી શકે છે. પરંતુ સ્થાનિક શિક્ષણ વિભાગ સુત્રોના જણાવ્યા મુજબ હજી સુધી કોઈ વાલીઓ આં મુદે આગળ આવીને ફરિયાદ નથી. સરકારે ખાનગી સ્કુલોમાં ફી મામલે ગંભીરતાથી પગલા ભર્યા છે. અને તા.૨૪મે સુધીમાં ખાનગી સ્કૂલોને ફી મામલે એફિડેવિટ કરાવવાની તાકીદ કરી છે સરકારની આં મુદતના હવે થોડા દિવસોજ બચ્યા છે. છતાં હજી સુધી જીલ્લાની એક પણ ખાનગી સ્કુલોએ એફિડેવિટ કરાવ્યું નથી. પ્રાથમિક જીલ્લા શિક્ષણાધીકારી બી.એમ.દવેએ જણાવ્યું હતુ કે નિયત મુદત સુધી એફિડેવિટ ન થાય તો ફી નિર્ધારણ સમિતિની જોગવાઈ મુજબ કાર્યવાહી કરશે.