મોરબીમાં મેલ હેલ્થવર્કરની ૮ જગ્યા માટે ૪૭ ઉમેદવારો ઉમટયા

- text


મોરબી : જિલ્લા આરોગ્ય વિભાગમાં મેલ હેલ્થ વર્કરની તાલીમ કાર્ય માટે ઈન્ટરવ્યુંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હેલ્થ વર્કરની ૮ જગ્યા માટે ૪૭ ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ડો. ચેતન વારેવાડિયા સહિતની આરોગ્ય ટીમે આ ઉમેદવારોના ઈન્ટરવ્યું લઈને ૮ ઉમેદવારોની તાલીમ માટે પસંદ કર્યા હતા. આ સિલેક્ટ થયેલા ઉમેદવારને એક વર્ષ તાલીમ આપશે અને તેની પરિક્ષા લેવાયા બાદ જગ્યાઓની અનુકુળતા મુજબ નિમણુંકો અપાશે.

- text