મોરબી અને રાજકોટ જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ તા. ૧૯મેના રોજ ગોંડલ યોજાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી શ્રી મોહનભાઇ કુંડારિયા તથા સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા પણ ખાસ ઉપસ્થિત રહેશે

મોરબી : મોરબી જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ વિજય લોખીલની પ્રેસનોટ યાદીમાં જણાવ્યું છે કે, આગામી તારીખ: ૧૯/૫/૨૦૧૭ના રોજ સવારે ૯ કલાકે ગોંડલ મૂકામે મોરબી જિલ્લા અને રાજકોટ જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ – ૨૦૧૭ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા અને રાજકોટ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ગોંડલ મુકામે યોજાનાર આગામી કૃષિ મહોત્સવના સ્થળે આધુનિક કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. જેમાં તજજ્ઞો દ્વારા આધુનિક કૃષિ તાંત્રીકતાઓ, જળ સિંચન થકી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, જમીનની તંદુરસ્ત જાળવણી, કૃષિ અને બાગાયતી પાકોની ઉત્પાદકતા વધારી તેનું મૂલ્ય વર્ધન, સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપન, સજીવ ખેતી, કપાસની ઉત્પાદકતા વધારવા, પશુપાલન તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે. તેમજ આ કૃષિ મહોત્સવમાં સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી શ્રી મોહનભાઇ કુંડારિયા તથા સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ કૃષિ મહોત્સવ – ૨૦૧૭ કાર્યક્રમનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે તે હેતુથી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજીભાઇ ગડારા તથા મોરબી જિલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી પ્રભુભાઈ પનારા જિલ્લાના પાંચે-પાંચ તાલુકાનો પ્રવાસ કરી રહ્યા છે. તદોપરાંત મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જ્યોતિસિંહ જાડેજા તથા શ્રી હિરેનભાઈ પારેખ તથા શ્રી ઘનશ્યામભાઈ ગોહિલ તથા જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી શ્રી કાળુભાઇ કાંકરેચા તથા શ્રી વાસુદેવભાઈ સિણોજીયા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા સંપૂર્ણ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તમામ ખેડૂત મિત્રોને આ કાર્યક્રમમાં ઉમટી પડવા અને વધુમાં વધુ આ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જની (વિજય લોખીલ) મોરબી જિલ્લા ભાજપ મો. 9825151966ની યાદીમાં જણાવવામાં આવે છે.