મોરબીમાં વાલ્મીકી સમાજના 21મી મે એ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્ન યોજાશે

- text


 

મોરબીમાં રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વાલ્મીકી સમૂહ લગ્ન સેવા સમીતીના ઉપક્રમે પાંચમાં મહા સમુહલગ્ન યજ્ઞનું તા.૨૧ મે રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધિવત કાર્યક્રમો જેમકે તા.૨૦ મે ના રોજ મંડપ મુહુર્ત સવારે ૭ વાગે અને દાંડિયા રાસ સાંજે  ૭ વાગે તેમજ તા.૨૧ મે,રવિવારે સંતોના સામૈયા સવારે ૯ કલાકે, દિપ પ્રાગટ્ય સવારે ૧૦-૧૫ કલાકે, સન્માન સમારંભ ૧૦-૩૦ કલાકે અને ભોજન સમારંભ ૧૨-૩૦ કલાકે સીટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ મોરબી ખાતે યોજાશે. આ સમુહલગ્નમાં ૧૪ દંપતીઓ લગ્નગ્રંથી થી જોડાશે. સમુહલગ્નમાં સંત અતિથિ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ  મહામંડલેશ્વર ભારતી મહારાજ અને સાથે કનેશ્વરી માતાજી પધારશે. મુખ્ય અતિથિવિશેષમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ ભારત સરકાર ચેરમેન મનહરભાઈ એમ.ઝાલા, ડૉ. જયંતીભાઈ ભાડેસીયા, કૃષિ રાજ્ય કક્ષા વિભાગ મંત્રી ભારત સરકાર મોહનભાઈ પટેલ, મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ દ્વારકા ઓખા ધારાસભ્ય પબુભા માણેક વગેરે મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહેશે. રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ બકુલભાઈ પઠાણ અને વાલ્મીકી સેવા સમીતીના પ્રમુખ જગદીશભાઈ વાઘેલા આ સમૂહ લગ્ન માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેથી આ મહા સમુહલગ્નમાં પધારવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. વધુ જાણકારી માટે બકુલભાઈ પઠાણ મો.૯૯૦૯૯૯૯૮૧૨ તેમજ જગદીશભાઈ મો.૯૯૦૯૦૪૮૧૦૦ સાથે સંપર્ક કરવો.

 

- text