વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો -૨૦૧૭ના વિશ્વમાં પ્રચાર માટે મેન્ટોર કાર બનાવાઈ

- text


મોરબી : મોરબી સિરામિક ઉધોગને વિશ્વસ્તરે લઇ જવા ૨૦૧૭માં ૧૬ થી ૧૯ નવેમ્બર સુધી ગાંધીનગર ખાતે યોજાઈ રહેલા વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017ના વિશ્વિક પ્રચાર માટે વિવિધ દેશોમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો ના પ્રચાર માટે એક ખાસ મેન્ટોર કાર તૈયાર કરવામાં આવી છે. આ અંગે સિરામિક અસોસિયેશનના પ્રમુખ નિકેશ જેતપરિયા અને કે.જી.કુંડારિયાએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2016ની ભવ્ય સફળતા બાદ નવેમ્બરમાં ફરીથી વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી સિરામિક અસોસીશેયન સહિતની સંસ્થા દ્વારા વિશ્વ ભરમાં વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017નો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હાલ અમેરિકા સહિતના દેશોમાં  પ્રમોશન માટે તૈયારી ચાલી રહી છે અને ત્યાં રોડ શો નું આયોજન કરાયું છે. આ રોડ શો માટે હાલ   અમદાવાદમાં એક ખાસ મેન્ટોર કાર ત્યાર કરવામાં આવી છે. જેને વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017ના પ્રચાર માટે ખાસ સજાવવામાં આવી છે. આ કાર હવે અમેરિકા જશે અને ત્યાં અમેરિકાના ૨૪ રાજ્યના ૩૨ શહેરોમાં ૭૮ દિવસમાં ૧૫ હજાર કિલોમીટર ફરી જુદા જુદા સિરામિક એસોસીએશન અને ત્યાં એમ્બસીના અધિકારીઓ ને મળીને વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017નો પ્રચાર કરશે.

- text