11 વર્ષના નંદએ વૃદ્ધાશ્રમમાં કરી જન્મદિવસની અનોખી ઉજાણી

 

છેલ્લાં પાંચ વર્ષથી મોરબીનો ઉંમરમાં નાકકડો પણ સમજણમાં સવાયો નંદ પોતાનો જન્મદિવસ વૃદ્ધાશ્રમનાં વડિલો સાથે પસાર કરતો આવ્યો છે

મોરબી : સામાન્ય રીતે મોટેરા અને બાળકો પોતાનો જન્મદિવસ ઘર-પરિવારનાં સભ્યો સાથે રેસ્ટોરેંટ, સિનેમા હોલ કે કોઈ ફરવાના સ્થળે ઉજવાતા હોય છે એ સમયે મોરબી જિલ્લા યુવા ભાજપ મોરચાનાં ઉપપ્રમુખ જયદીપભાઈ હૂંબલના પુત્ર નંદએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે હળીમળીને જન્મદિવસની અનોખી ઉજાણી કરી હતી.
છેલ્લાં પાંચ વર્ષથી મોરબીનો ઉંમરમાં નાકકડો પણ સમજણમાં સવાયો નંદ પોતાનો જન્મદિવસ વૃદ્ધાશ્રમનાં વડિલો સાથે પસાર કરતો આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષનાં જન્મદિવસ નિમિત્તે પણ નંદ જયદીપભાઈ હૂંબલે પોતાનો જન્મદિવસ વૃદ્ધાશ્રમનાં વડિલઓની સેવા કરી આગવી રીતે ઉજવ્યો હતો.