ધો-૧૨ સાયન્સના પરિણામમાં મોરબી જીલ્લામાં નવયુગ વિદ્યાલય અગ્રેસર

જીલ્લામાં એ-વન ગ્રેડ મેળવેલા ૯ વિદ્યાર્થીમાંથી મોરબીની નવયુગ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓ

મોરબી : જીલ્લામાં ધો-૧૨ સાયન્સ સેમ-૪ના જાહેર થયેલા પરિણામમા મોરબીની નવયુગ વિદ્યાલયે ડંકો વગાડી દીધો છે. નવયુગ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં આવ્યા છે.

મોરબી જીલ્લામાં શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં મોખરે રહેતી મોરબીની નવયુગ વિદ્યાલયે આજે ધો-૧૨ સાયન્સ સેમ-૪ના જાહેર થયેલા પરિણામમાં મેદાનમાર્યું છે. જીલ્લામાં એ-વન ગ્રેડ મેળવેલા ૯ વિદ્યાર્થીમાંથી મોરબીની નવયુગ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જયારે નવયુગ વિધ્યાલના શાહ સૌમ્ય ૯૮ ટકા અને ૯૯.૯૮ પીઆર સાથે મોરબી જીલ્લામાં સાયન્સ મેરીટમાં પ્રથમ સ્થાન તેમજ ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને મોરબી અને શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમજ નવયુગ સંકુલ ના ફૂલતરિયા જયેશ ૯૭.ટકા અને ૯૯.૯૭ પીઆર, બાવરવા યશ્વી ૯૫ ટકા ૯૯.૭૧ પીઆર, બાવરવા હાર્દિક ૯૫ ટકા તથા ૯૯.૭૧ પીઆર સાથે એ-વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. આ વિદ્યાર્થીઓ કહે છે કે નવયુગ વિદ્યાલયમાં શ્રેષ્ઠ શિક્ષણ અપાતું હોવાથી ટીયુશનની જરૂરત રહેતી નથી. શાળા સંચાલકો અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને શ્રેષ્ઠ શિક્ષણથી તેમણે સફળતા મળી છે. શાળાના સંચાલક પી.ડી.કાંજીયાએ આ વિદ્યાર્થીઓને અભિનદન પાઠવ્યા છે.