ધો.12 સાયન્સનું મોરબી જિલ્લાનું 93.92 % પરિણામ : 9 છાત્રોને A1 ગ્રેડ

- text


મોરબી : ધો.12 સાયન્સ ચોથા સેમ.નું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં રાજયનું 81.89 % પરિણામ આવ્યું છે. અને રાજ્ય માં કુલ 589 છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે આજના જાહેર થયેલા ધો. 12 સાયન્સના પરિણામમાં મોરબી જિલ્લાના પરિણામ પર નજર કરીએ તો મોરબી જિલ્લાનું કુલ 93.92 % પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 2708 સાયન્સના છાત્રો નોંધાયા હતા. જેમાંથી 2680 છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2517 છાત્રો પાસ થયા છે. પાસ થયેલા છાત્રો માંથી 9 ને A1 ગ્રેડ આવ્યો છે. જયારે A2માં 85, B1માં 286, B2માં 436, C1માં 605, C2માં 835, Dમાં 258, E1માં 03 તેમેજ N.I. (નીડ ઈમ્પ્રુમેંન્ટ)માં 163 છાત્રોનો સમાવેશ થાય છે.

- text

મોરબી જિલ્લામાં કેન્દ્ર વાઈઝ પરિણામ જોઈએ તો
મોરબી કેન્દ્રનું 92.95 % પરિણામ આવ્યું છે. જેમાં કુલ 1923 છાત્રો નોંધાયા હતા જેમાંથી 1902 એ પરીક્ષા આપી હતી અને તેમાંથી 1768 પાસ થયા છે.

હળવદ કેન્દ્ર નું 97.39 % પરિણામ આવ્યું છે. જેમાં કુલ 502 છાત્રો નોંધાયા હતા જેમાંથી 499 એ પરીક્ષા આપી હતી અને તેમાંથી 486 પાસ થયા છે.

વાંકાનેર કેન્દ્ર નું 94.27 % પરિણામ આવ્યું છે. જેમાં કુલ 283 છાત્રો નોંધાયા હતા જેમાંથી 279 એ પરીક્ષા આપી હતી અને તેમાંથી 263 પાસ થયા છે.

- text