100 વર્ષના યુવા વકીલ નવલચંદભાઈ કારીયાનું અવસાન..

ઉમદા વ્યકિતત્વ ધરાવતા અને પ્રખર ધારાશાસ્ત્રી શ્રી નવલચંદભાઈ કારીયાનું તા.10/05/2017 ના રોજ રાત્રે 11.30 વાગ્યે અવસાન થયેલ છે.100 વર્ષની વયે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા દાદા નવલચંદભાઈ ગોવિંદજી કારિયાના અવસાનથી ધારાશાસ્ત્રી ક્ષેત્રે કદી ના પુરી શકાય તેવી ખોટ પડી છે. દાદા નવલચંદભાઈ ના અવસાન થી વકીલ મંડળ માં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્વઃ નવલચંદભાઈના પુત્રો દિલીપભાઈ, અશ્વિનભાઈ, દુષ્યન્તભાઈ, અજીતભાઈ, જસ્ટિસ બિપીનભાઈ અને પૌત્ર ચિરાગભાઈ સહીત સમગ્ર કારિયા પરિવાર ના મોભી નવલચંદભાઈના અવસાનથી કારિયા પરિવારમાં પણ કદી ના પુરી શકાય તેવી વડીલની ખોટ પડી છે. ઈશ્વર એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે..
સ્વઃ નવલચંદભાઈ કારીયાનું ઉઠમણું તા. 12/05/17ને શુક્રવારના રોજ સાંજે 5.30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, મોરબી ખાતે રાખેલ છે.