વાંકાનેરમાં કેરોસીનના શંકાસ્પદ જથ્થા સાથે એક ઝડપાયો

- text


- text

મોરબી : પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબની ર્ગદર્શન હેઠળ તેમજ મોરબી એસ.ઓ.જી.પો.સબ ઇન્સ.શ્રી આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી મોરબી એસ.ઓ.જી.પોલીસ સ્ટાફ વાંકાનેર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મોરબી વાંકાનેર ને.હા.રોડ ઉપર ઓમ રેસ્ટોરન્ટ બાજુમાં દિલવારખાન ઉર્ફે ખાન ફકીર મહમદભાઇ ફકીર (અકુમાજાદા) ઉવ.૪ર રહે.વાંકાનેર એકતા સોસાયટી વાળો જાહેરમાં બીલ કે આધાર પુરાવા વગર કેરોસીન વેચાણ કરતો મળી આવતા જેથી મજકુર પાસેથી પ્લા.ના કેરબામાં રહેલ કેરોસીન લીટર ૨૬૫ કી.રૂ.૧૦૬૦૦/- તથા રોકડ રૂપિયા ૧૯,૩૦૦/- એમ કુલ રૂપીયા ૩૦૮૫૦/- મુદામાલ સાથે મળી આવતા શકપડતી મિલકત હોવાનુ જણાતા મુદામાલ કબજે કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છેં
આ કામગીરી એસ.ઓ.જી.પો.સબ ઇન્સ.શ્રી આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફ પો.હેઙ.કોન્સ.શંકરભાઇ ડોડીયા તથા મણીલાલ ગામેતી તથા કિશોરભાઇ મકવાણા તથા જયપાલસિંહ તથા પો.કોન્સ.પ્રવિણસિંહ ઝાલા તથા મયુરધ્વજસિંહ જાડેજા તથા ભરતસિંહ ડાભી તથા વિજયભાઇ ખીમાણીયા એ કરેલ છે.

- text