મોરબીમાં ખાદ્ય ભેળસેળ સબંધી કેસોમાં તંત્રના વાકે વેપારીઓ પરેશાન

જવાબદાર અધિકારીઓ કોર્ટમાં હાજર ન રહેતા હોવાથી પેન્ડીંગ રહેતા કેસો : મોરબી કરીયાણા મર્ચન્ટસ એસો.

મોરબી : મોરબીમાં અગાઉ જવાબદાર તંત્ર દ્વારા ખાદ્ય ભેળસેળ સબંધી કેટલાક વેપારીઓ સામે કેસ કરવામાં આવ્યા હતા. આં કેસો સ્થાનિક કોર્ટમાં ચાલી રહ્યા છે.પરંતુ જવાબદાર તંત્રના વેપારીઓ હાજર રેહતા ન હોવાથી કેસો પેન્ડીંગ રહેતા વેપારીઓ પરેશાન થઇ ગયા છે. તેથી વેપારીઓએ આં અંગે યોગ્ય પગલા ભરવાની કાયદામંત્રીને રજૂઆત કરી છે.
મોરબી કરીયાણા મર્ચન્ટસ એસો. એ કાયદામંત્રીને રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ભેળસેળ નિયંત્રણ ધારા હેઠળ ચોક્કસ ગુના પાત્ર વેપારીઓને ત્યાથી નમુના લઈને કેસો દાખલ કરવામાં આવે છે. જે વિશાળ જનહિત માટે આવકાર દાયક છે. મોરબી માં પણ આવા કેસો ઉત્પાદક અને વિતરક સામે છેલ્લા પંદર વર્ષથી વધુ સમયથી સ્થાનિક કોર્ટમાં કેસો ચાલી રહ્યા છે. જેમાં સબંધકર્તા વેપારીઓ દર મુદતે અચુક હાજરી આપે છે. તે પૈકીના ઘણાં તહોમતદારોના અવસાન થઇ ગયા છે. પરંતુ આં કેસોમાં સરકાર તરફથી ફરિયાદી બનેલા ખોરાક અને ઔષધ ખાતાના જવાબદાર અધકારી મુદતમાં આવતા નથી. જેથી કેસો ચાલતા નથી. માત્ર મુદતો જ પડે છે. તેથી ભેળસેળ પ્રતિબંધિત કાયદાનો મૂળભૂત હેતુ જાળવાતો નથી. અને આવા પડતર કેસો અંગે જવાબદાર અધિકારી કોર્ટમાં હાજર રહી કેસોનો નિકાલ કરાવે તેની માંગ કરી છે.