વાંકાનેરમાં મહારાણા પ્રતાપ ની ઉજવાઈ જન્મ જયતિ

બહોળી સંખ્યામાં યુવકોએ સાફા- તલવાર સાથે કાઢી બાઈક રેલી

વાંકાનેર : હિન્દુ સમ્રાટ અને મહાન યોધ્દ્ધા એવા મહારાણા પ્રતાપ ની ૪૭૭ મી જન્મ જયતિ ની ભવ્યાતિત ઉજવણી વાંકાનેરમાં એક્લીગીજી સેના અને સમસ્ત હિન્દુ સમાજે ભવ્યાતિત રીતે કરી હતી.
અમરસિંહજી હાઇસ્કુલ ના મેદાનમાં સવારે શહેર અને પંથકના હિન્દુ સમાજનો યુવા વર્ગ તેમજ મોટેરાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા બાદ માથે સાફા અને હાથમાં શક્તિ ના પ્રતિક અને કેશરીયા ધ્વજ ને લહેરાવતા બહોળી સંખ્યામાં બાઈક પર સવાર થઇ મહારાણા પ્રતાપ ની છબીને જીપ માં પ્રસ્થાપિત કરી રેલી સ્વરૂપે સમગ્ર શહેરમાં નીકળ્યા હતા. આશરે ત્રણેક કલાક સવારના સમયે ચાલેલી આ રેલી પૂર્ણ થયા બાદ રાત્રીના ભાટિયા સોસાયટી માં જન્મ જયતિ ઉજવણી ના ભાગ સ્વરૂપે જ ભાવ્યતીતી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.