ટંકારાના ગામોમાં સરકારી શાળામાં જ બાળકો અભ્યાસ કરે તે માટે રીતસર અભિયાન શરૂ

હરબટીયાળી અને જબલપુર બાદ જીવાપર ગામના લોકો એ પણ સંકલ્પ કર્યો કે તેમના બાળકો ને સરકારી શાળા માં જ ભણાવશે

ટંકારા : હાલ ગુજરાતમાં શિક્ષણ ને લઈ ભારે ગરમાવો આવ્યો છે. ખાનગી શાળા ની કમરતોડ ફી સામે લોકોનો આક્રોશ ચરમસીમાએ છે. ખાનગી શાળાના ચોપડીયા જ્ઞાને વિધાથી ને ઝકડી રાખ્યો છે. તોંતિગ ઘર લેશન દ્વારા તમામ ગામઠી રમતો પણ હવે વિસ્રરાય ગઈ છે. અંતે વાલીઓ ને પોતાની ભૂલનો અહેસાસ થયો અને દેખાદેખી થી અંજાવાને બદલે પોતાના બાળક ને સર્વાંગી વિકાસ માટે ગામની સરકારી શાળામા ભણાવવા માટે ટંકારા પંથકના જાગૃત યુવાનો અને જાગૃત લોકોની ટીમે ગામો ગામ મિટીંગ કરી વાલી ને તેમના બાળકો ને સરકારી શાળામાં ભણવા માટે મનામણી શરૂ કરી છે.

થોડા દિવસ પહેલાં જ હરબટીયાળી અને જબલપુર ગામ લોકો દ્વારા તેમના બાળકોને ગામની સરકાર દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ કરવા નો નિણઁય કર્યા હતો. જેને પગલે બાજુમાં આવેલા જીવાપર ગામે પણ આવો જ આવકારદાયક નિણઁય કરી વધુમાં વધુવિદ્યાર્થી ગામની જ સરકારી શાળા માં ભણે અને ભણતર સાથે મહત્વ નુ ગણતર જેને કોઠાહુઝ કહેવાય તે સિખે ને આવનાર પેઢી નો સારો નાગરીક બને તેવી ભાવના સાથે નિણઁય કર્યો હતો. જીવાપર ગામને શિક્ષણ તંત્ર દ્વારા ડિજિટલ ક્લાસ રૂમ પણ ફાળવાઈ ગયો છે. આ તકે શાળાના આચાર્ય ભાણજીભાઈ રોજમાળા, શિક્ષક ગોરધનભાઈ ચિકાણી, સરપંચ મનસુખ હાપલીયા, સહીત મોટી સંખ્યામાં ગામ લોકો મિટીંગ મા હાજર રહ્યા હતા.

ટંકારા તાલુકાના તમામ ગામડાની સરકારી શાળામાં વિદ્યાર્થી કિલકિલાટ કરે અને ગુજરાતમા આ બાબતે ટંકારા નું નામ નોમિનેટ થાય તેવા પણ પ્રયત્ન સામાજીક કાર્યકર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ટંકારા તાલુકામાં સરકારી શાળામાં જ બાળકો અભ્યાસ કરે તે માટે રીતસર એક અભિયાન શરૂ થયું છે. આ માટે અભિયાન ચલાવનાર યુવાનો અને જાગૃત નાગરિકોની ટિમ દ્વારા ટંકારા ના દરેક ગામમાં આ અભિયાન ને જવાની તૈયારી શરૂ કરી છે.