મોરબીમાં ટ્રાફિક સમસ્યામાંથી કયારે રાહત મળશે ?

- text


થોડાસમય પહેલા પોલીસે દંડો પછાડ્યો હતો પરંતુ કાર્યવાહી જળવાઈ ન રહેતા ફરી ટ્રાફિકજામની સ્થિતિ પૂર્વવત

મોરબી : શહેરમાં  ટ્રાફિક સમસ્યાનો ગંભીર મુદ્દો છે. જો કે તંત્રના યોગ્ય આયોજનના અભાવે શહેરીજનોને ટ્રાફિક સમસ્યા માંથી મુક્તિ મળતી નથી. ખરેખર ટ્રાફિક સમસ્યાના મૂળમાં જ યોગ્ય વ્યવસ્થાનો અભાવ કારણભૂત છે. જોકે ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવીફૂલ થઈ જાઈ તેમ છે. તે અગાઉના પી આઈ એન કે વ્યાસે સાબિત કરી આપ્યું છે. ત્યારબાદ પોલીસે કાયમી રીતે યોગ્ય કાર્યવાહી ન કરતા ટ્રાફિક સમસ્યા હળવી થવાનું નામ લેતી નથી.

- text

મોરબીમાં પોલીસ તંત્રની નબળી નીતિને કરણે ટ્રાફિક સમસ્યા દિનપ્રતિ ગુંચવાઈ રહી છે .ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. કોઇ પણ વાહનચાલક શહેરમાંથી ટ્રાફિકમાં ફસાયા વિના આસાની થી નીકળી શકે જ નહિ. માર્ગો પર આડેધડ રેકડી ,કેબીનો,રીક્ષાનો અડીંગો ,આડેધડ વાહન પાર્કિગ,ટ્રાફિક નિયમો ન પાળવાના અભાવે તેમજ પોલીસ માત્ર દંડ  ઉઘરાવા માં જ વ્યસ્ત હોવાથી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ બની ચુકી છે. જો કે થોડા સમય પહેલા એ ડીવીજન પોલીસે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે દંડો પછાડ્યો હતો. પોલીસે શહેરના તમામ માર્ગોપર ચક્કર લગાવીને દબાણકારોને એક દિવસમાં હટી જવાની કડક સુચના આપી હતી. પરંતુ તંત્રએ આપેલી સુચના મુજબ બીજે દિવસે કોઈ કાર્યવાહી  ન કરતા દબાણકારો ફાવ્યા છે. ટ્રાફિક સમસ્યા એકલા હાથે દૂર થઇ શકે નહિ. જો પોલીસે ખરેખર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માગતી હોયતો પાલિકા સાથે સંકલન સાધવું પડે અને શહેરમાં ટ્રાફિક સિગ્નલની યોગ્ય વ્યવસ્થા કરવાની દિશામાં પગલા ભરવા જોઈએ.માર્ગો પર ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિક નિયમ નું યોગ્ય પાલન કરે છે કે કેમ તેની પણ ઉંચા પોલીસ અધિકારીએ તકેદારી રાખવી પડશે. સાથે સાથે વાહન પાર્કિંગ વ્યવસ્થા,લારી ગલ્લા માટે વૈકલ્પિક વ્યવસ્થા અંગે પણ ગંભીરતા થી વિચારવું પડશે. આ ઉપરાંત શહેરના માર્ગો દબાણ મુક્ત થયા બાદ નિયમિત ટ્રાફિકના નિયમોનું સખત પાલન થાય તો ટ્રાફિક સમસ્યા માંથી કાયમી છુટકારો મળે તેમ છે.

- text