મોરબીમાં એરપોર્ટ થવામાં હજી પણ થોભો અને રાહ જુઓની નીતિ

2013 માં મંજુર થયેલું એરપોર્ટનું કામ બે તંત્રના સંકલનના અભાવે હજી કામ શરૂ થયું નથી.

મોરબીના રાજપર ગામે રાજવી કાળ દરમિયાન બનેલા એરપોર્ટની જગ્યાએ નવું એરપોર્ટ બનાવવાની વર્ષ 2013 માં સરકાર  તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. જોકે તબ્બકા વાર એરપોર્ટ બનાવવા માટે રૂ.40 કરોડ ફાળવી દેવાયા છે પરંત્તુ બે તંત્રના સંકલનના અભાવે આ કામ હજી સુધી શરૂ થયું નથી.વષો થી એરપોર્ટનું સ્વપ્ન સાકાર થવાની રાહ જોતા મોરબીવાસીઓ માટે તંત્ર હજી પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યું છે.

મોરબીના ઇતિહાસમાં એવો ઉલ્લેખ છેકે વર્ષ 1880 માં તત્કાલીન પ્રજાવત્સલ  રાજવી સરવાઘજી ઠાકોરે સૌરાષ્ટ્રમાં પ્રથમ મોરબીમાં વિમાની સેવા લઇ આવ્યા હતા.અને એ સમયમાં મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવાયું હતું અને શહેરના શાકમાર્કેટ પાસેના કોમ્પ્લેક્સમાં વિમાન માટેની ઓફિસ હતી.તેમાં એર ટિકિટો મળતી હતી.આ વિમાનમાં જય મોમાઈ રાજ લખાયેલું હતું વિમાન અમદાવાદ મુંબઈ જેવા મોટા શહેરો સુધી જતું હતું ત્યારબાદ કાળક્રમે આ સેવા ભાંગી પડી હતી.વર્ષો થી રાજવીકાળમાં જે જગ્યા રાજપરમાં એરપોર્ટ હતું ત્યાં ખંડેર જેવી હાલત છે.ત્યાં આ જૂની જ્ગ્યાએ  નવું  એરપોર્ટ બનાવવાની વર્ષો થી વાતો થઇ છે જોકે સવાલએ છેકે  રાજવીકાળમાં તે સમયે મોરબીને વિમાની સેવાની જરૂર હતી.તો તેના કરતા અત્યારે મોરબીને સૌથી વધુ વિમાનની સેવાની જરૂરત છે.છતાં આ દિશામાં  નકર કામગીરી  કેમ થતી નથી?

મોરબી ઔદ્યોગિક રીતે સમૃદ્ધ શહેર છે.આથી દૈનિક વિમાની સેવાનો લાભ લેનારા અસંખ્ય લોકો છે.આ લોકોની રાજકોટથી વિમાની સેવાનો લાભ મળી શકે છે.ધક્કા ઓછા થાય  અને ઘર આંગણે વિમાની સુવિધા પ્રાપ્ત થાય  તે માટે મોરબીવાસીઓ  ઘણા સમય થી રાહ જોઈ રહ્યા છે.ત્યારે વર્ષ 2013 માં સરકારે જૂની જગ્યા રાજપર ગામે નવું એરપોર્ટ બનાવવાની મંજૂરી આપી હતી.અને બાદમાં બે તબબકે એરપોર્ટ બનાવવા માટે રૂ.40 કરોડ ફાળવ્યા છે.તો પણ હજી એરપોર્ટ બનવાનું કામ શરૂ થયું નથી.એરપોર્ટ બનાવવાનું કામ શરૂ કરનાર તંત્ર અને આર એન બીના સંકલન ના અભાવે હજી સુધી એરપોર્ટનું કામ શરૂ થયું નથી.ત્યારે ઉદ્યોગનગરી  મોરબીમાં વિમાની સેવાની જરૂરિયાત હોવાથી ઉચ્ચ અધિકારી એરપોર્ટ બનાવવાનું ઝડપ થી કામ શરૂ કરાવેએ જરૂરી છે.

અધિકારીઓ શું કહે છે?

જિલ્લાકલેક્ટર એ કે પટેલે જણાવ્યું હતું કે રાજપર ગામે જૂની જગ્યા એ નવું એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી છે અને સરકારના વાણિજ્ય વિભાગદ્વારા બે તબબકામાં રૂ.40 કરોડ ફાળવી દેવાયા છે.આથી માર્ગ અને મકાન વિભાગને એરપોર્ટ નું કામ શરૂ કરવાનો આદેશ આપી દેવાયો છે.જયારે માર્ગ અને મકાન વિભાગના અધિકારી ડોમરીયા એ જણાવ્યું હતું કે તેમના હસ્તકે એરપોર્ટમાં કમ્પાઉન્ડ હોલને ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરવાની છે.જોકે સરકાર તરફથી રૂ.40 કરોડ મંજુર થઇ ગયા છે પરંતુ માર્ગ અને મકાન વિભાગને એક પણ રૂપિયો મળ્યો ના હોવાથી કામ શરૂ ન થયું હોવાનું જણાવ્યું છે.તેમજ પૈસા મળશે ત્યારે કામ શરૂ થશે જોકે સવાલ એ છેકે સરકાર તરફથી એરપોર્ટના  કામની પૈસા આર એન બી ને કેમ મળ્યા નથી તે સવાલ છે.