મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાં ડો .કાતરિયાની નિવૃત્તિ પછી પણ સરકારે એક વર્ષ સેવા લંબાવી

આંખના સર્જન ડો.કાતરિયા એ વયમર્યાદા પૂરી થવા છતાં  નિવૃત્તિ લેવાને બદલે દર્દીઓની સેવા માટે તત્પરતા દાખવી હતી

સામાન્ય રીતે સરકારી અધિકારીઓ ,કર્મચારીઓ અધવચ્ચે થી નિવૃત્તિ લઇ લેતા હોય છે. તો કેટલાય નિવૃત્તિ ની રાહ જોઈ ને બેઠા હોય છે એવામાં મોરબી ની આંખની સિવિલ હોસ્પિટલ ના આંખ ના સર્જન ડો .વી સી કાતરીયાએ નવો રાહ ચીધીયો છે .તેમણે વયમર્યાદા પૂરી થતા દર્દીઓની સેવા માટે ફરજ માં ચાલુ રાખવાની આરોગ્યમંત્રી પાસે દરખાસ્ત કરી હતી જે થી આરોગ્ય મંત્રી એ તેમને એક વર્ષ સેવા આપવાનો મોકો આપ્યો છે

મોરબી ની સિવિલ હોસ્પિટલ માં વર્ષ ૧૯૮૩ થી આંખ ના સર્જન ડો વી .સી .કાતરીયા સેવારત છે. તેમણે શરુઆત થી જ દર્દીઓની સેવામાં જીવન સમર્પિત કરીદીધું છે. અત્યાર સુધીમાં તેમણે એકલા હાથે ૧૬ લાખ દર્દીઓનું નિદાન કરી સારવાર કરી છે અને ૧.૮૦ લાખ મોતિયા ના ઓપરેશન કરવાનો રેકોર્ડ ધરાવે છે. કોઈ પણ આંખ ના સર્જન એક વર્ષમાં વધુમાં વધુ ૭૦૦ ઓપરેશનો કરી સકે છે. પરંતુ ડો.કાતરીયા એક વર્ષ માં ૧૫ હજાર સુધી ઓપરેશન કરે છે. સવાર થી સાંજ સુંધી દર્દીઓની સેવામાં રત રહેતા ડો.કાતરીયા દર વર્ષે ઓપરેશનો કરવાનો પોતાનો રેકોર્ડ પોતે જ તોડે છે. ત્યારે તેમની નોકરીની વયમર્યાદા પૂરી થઈ છે .દર્દીઓની સેવા પ્રભુ સેવા માનતા ડો .કાતરીયા જીવનપર્યંત દર્દીઓની સેવાનો ભેખ લીધો છે એ થી દર્દીઓની સેવામાં એમનો લય તૂટે એ એમના માટે વર્જ્ર્ધાત સમાન છે .તેથી તેમણે  નિવૃત્તિ પછી સેવા ચાલુ રાખવાની આરોગ્યમંત્રી ને રજૂઆત કરી હતી .જો કે ડો કાતરીયા ની સેવાની સુવાસ એટલી પ્રસરેલી છે કે મોરબી ઉપરાંત આજુ બાજુ ના જરુરીયાતમંદ ની સાથે આર્થિક રીતે સમૃધ લોકો પણ તેમની સારવાર લેવાનું પસંદ કરે છે. તેથી જ તેમની હોસ્પીટલમાં દર્દીઓની ચિક્કાર ભીડ રહે છે. આટલી વ્યસ્તતા ને કારણે શ્વાસ લેવાની ફુરસદ મળતી નથી. દર્દીઓની સેવામાં પરમ સુખ મળતું હોવાથી પોતાનું કર્મ નિષ્ઠા થી કરી રહ્યા છે અને છેલ્લા શ્વાસ સુંધી આ સેવા નું સુખ મળે તેવી તેમની  લાગણી છે. આથી દર્દીઓના તેમજ મોરબીની સંસ્થાઓ ના પ્રયાસો થી આરોગ્ય મંત્રી એ ડો .કાતરીયા ને એક વર્ષ સુંધી સેવા આપવાની મંજુરી આપી છે. આથી દર્દીઓને તેમની સેવા નો લાભ મળશે અને ડો.કાતરીયા ને દર્દીઓની સેવાનું સુખ મળતું રેહશે. તબીબી વ્યસાય સેવા માટે નો છે નાણા રળવાનો નહિ તે વાત ને ડો.કાતરીયાએ સિદ્ધ કરી છે