મોરબી : ઉદ્યોગોમાં ગંદા પાણીના શુધ્ધિકરણ અંગે GPCBની ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ

- text


સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર 22 મે સુધીમાં ઉદ્યોગકારોને  EPT પ્લાન્ટ બનાવવાની સૂચના
સુપ્રિમ કોર્ટે ઉદ્યોગોમાં ગંદા પાણીના શુધ્ધિ કરણ માટે પ્લાન્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટ ના આદેશ નું સખત પણે પાલન થાય તે માટે GPCB એ મોરબીના ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. જેમાં GPCB ના અધિકારીઓને 22 મે સુધીમાં ફેકટરીમાં શુધ્ધિકરણ નો પ્લાન્ટ બનાવી નાખવાની તાકીદ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ગત તારીખ 22 ફેબ્રુઆરીએ ઉદ્યોગોમાં ગંદા પાણીના નિકાલના ગંભીર પ્રશ્ન હલ કરવા EPT પ્લાન્ટ હેઠળ શુધ્ધિકરણ નો પ્લાન્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો. તેથી GPCB ના અધિકારીઓએ સુપ્રીમ કોર્ટ ના ચુકાદાને યોગ્ય પાલન થાય તે માટે મોરબીની સીરામીક એસોસિએશન ની ઓફિસે ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના ચેરમેન અરવિંદભાઈ અગ્રવાલ, મેમ્બર સેક્રેટરી કે.સી.મિસ્ત્રી, વિજિલન્સ ઓફિસર એસ.પી. પટેલ, શ્રી જયેશ કલ્યાણી – મોરબી જીલ્લા યુનિટ હેડ, મોરબીના GPCB ના અધિકારી સુત્રેજા, સીરામીક એસોસિએશન ના હોદ્દેદારો કે.જી.કુંડારીયા, નિલેશ જેતપરીયા, પ્રફુલ દેત્રોજા, પેપરલમીલ અને સિલિકેટ મેન્યુફેક્ચરિંગ ના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં GPCB ના ચેરમેન અરવિંદ અગ્રવાલે આ તમામ ઉદ્યોગકારોને 22 મે સુધીમાં સુપ્રીમ કોર્ટ ના આદેશ મુજબ ફરજીયાત પોતાના એકમોમાં શુધ્ધિકરણ નો પ્લાન્ટ બનાવવાની તાકીદ કરી હતી. GPCB ના અધિકારીઓએ આ બેઠક માં ઉદ્યોગકારોને સ્પર્શતા  પ્રદુષણના પ્રશ્નો ની ચર્ચા કરી હતી તેમજ સુપ્રીમ કોર્ટ ના ચુકાદા નું વિસ્તૃત જ્ઞાન આપ્યું હતું.

- text