મોરબીમાં ગેરકાયદે ખનીજનું પરિવહન કરતા વાહનોને રૂ. 5.50 લાખથી વધુનો દંડ

- text


 


મોરબીમાં ખાણખનીજ વિભાગે શહેરના અલગ-અલગ માર્ગો પરથી ૯ ઓવરલોડ ભરેલા વાહનો ઝડપી લીધા હતા. જેમાં ૨૦૮ ટન જેટલી ખનીજ ચોરી ઝડપી લીધી હતી. અને રૂ.5.50 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો.
મોરબીમાં ખાણખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી રાજેશ ગઢવી સહિતના સ્ટાફે પરવાના વિના અને ઓવરલોડ માલનું પરિવહન કરતા વાહનો સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીમાં ટીંબડી, ધરમપુર, રાજકોટ બાયપાસ, મહેન્દ્રનગર ચોકડી સહિતના માર્ગો પસર ૯ જેટલા વાહનોને ઝડપી પાડ્યા હતા. જેમાં ત્રણ રેતી ભરેલા વાહનોમાં ગેરકાયદે માલ ભરેલા હોવનું તથા ૬ વાહનો ઓવરલોડ માલ ભરેલા હોવાનું જણાતા ૯ વાહનોમાંથી ૨૦૮ ટન જેટલી ખનીજ ચોરી ઝડપી લીધી હતી. તેમજ રૂ.5.50 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો.

- text