મોરબીમાં રૂ.૭.૮૩ લાખની ટાઇલ્સની છેતરપીંડીમાં આરોપી પાસેથી મુદામાલ કબ્જે કરાયો

મોરબીમાં સિરમિક કારખાનામાંથી અગાઉ ટ્રક ચાલક રૂ.૭.૯૩ લાખનો સીરામીકનો માલ લઈને માલને હૈદરાબાદ પહોચાડવાને બદલે બારોબાર ફરાર થઇ ગયાની છેતરપીંડીના કેસમાં એલસીબીએ આરોપીને મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
મોરબીના જાબુંડીયા ગામની સીમમાં ગોપાલભાઈ ગોરધનભાઈ કુંડારિયાની માલિકીના વીન્ટેલ સિરમિક કારખાનામાંથી ગત તા.૨૫\૯\૨૦૧૬નાં રોજ આર.જે.૧૪. જીજે ૩૩૮૨ નંબરનો ટ્રક ચાલક રૂ.૭.૦૫ લાખનો સીરમીકનો માલ ભરીને રવાના થયો હતો. આ સીરામીકનો માલ હૈદરાબાદ પહોચાડવાનો હતો. પરંતુ ટ્રક ચાલક માલને હૈદરાબાદ પહોચાડવાને બદલે બારોબાર માલ લઈને ઓળવી ગયો હતો.જો કે ચાલકે પદ્માવતી રોડ લાઈસન્સ પાસેથી પણ અડ્વાન્સ ભાડા પેટે રૂ.78 હાજર લઇ ગયો હતો. આથી તેની સામે કુલ રૂ.૭.૮૩ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે એલસીબી પોલીસે બાતમીના આધારે આ છેતરપીંડીના આરોપી ફૂલુભાઈ માંલ્લ્ડભાઈ મેવને રૂ.૭.૮૩ લાખના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.