ટંકારાના બિલ્ડર પરિવારે જમાઈના દુઃખદ અવસાન પાછળ ગરીબ બાળકોને મદદ કરી સમાજને નવો રાહ ચીંધ્યો

- text


ટંકારા ના જય કીશાન મશીનરી અને બિલ્ડર પટેલ પરીવાર એ પોતાના જમાઈ ના દુખદ અવસાન પાછળ આત્મા શાન્તિ માટે ગરીબ અને જરૂરીયાતમંદ બાળકો ને પગના પગરખાં પહેરાવી સમાજ ને નવો રાહ ચિધ્યો છે
મુળ ટંકારા ના સિમાડા પાસે આવેલા લખધીરગઢ ગામના બિલ્ડર અને જય કીશાન હાર્ડવેર એન્ડ મશિન્નરીના માલીક અમરશીભાઈ ગણેશ ભાઈ બોડા ના જમાઈ મુળ બાદનપર વાળા બિપીન કુમાર સંતોકિ પટેલ ઈલે. સેલ્સ વાળા નુ દુઃખદ અવસાન થયું હતું સામાન્ય રીતે પરીવાર જનો ધુન ભજન કે બટુક ભોજન કરી આત્મા શાન્તિ માટે પ્રયાસ કરતા હોય છે પરંતુ આ પટેલ પરીવાર દ્વારા ટંકારા શહેર ના ગરીબ અને રખડતા બાળકો અને મંદબુદ્ધિ ના લોકો ને આગ ઓકતા આકાશ થી ઘગમગતી ધરતી મા ખુલ્લા પગે રખડતા ને પગરખાં પહેરાવી સદગત ને શ્રદ્ધાંજલિ આપી હતી બોડા પરીવાર ના વજીબેન પણ ધામિઁક મહોત્સવ મા આગળ રહી કાયમી જરૂરી વ્યવસ્થા પુરી પાડે છે બિલ્ડર બિપીનભાઈ બોડા તેમની પત્ની વૈશાલી બેન પુત્રી તેજસ્વી અને જીત આ અનોખી સેવાનો હોશે હોશે ભાગ લીધો હતો
સક્ષમ અને આથિઁક સધ્ધર સમાજ પોતાના પૈસા નો સદુપયોગ કરે અને સુખ દુઃખ ના પ્રસંગે જરૂરત લોકો ને કેમ સહકાર આપી શકે તે આ બોડા પરીવારે શિખ આપી છે

- text