ટંકારા : હરબટીયાળી ગામ ના લોકો એ પોતાના બાળકો ને સરકારી શાળા માં ભણાવાનો નિર્ણય લીધો

- text


 

ટંકારા ના હરબટીયાળી ગામે ખરા અર્થમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાય  અને ગામનુ છોરૂ ગામની નિશાળ મા ભણે માટે ગામના શિક્ષિત અને રાજકીય નેતાઓ એ વાલી સાથે વાતાલાપ કરી ખાનગી શાળા ની જગ્યા એ ગામની સરકારી શાળા મા તેના વાલસોયાને અક્ષર જ્ઞાન માટે સમજાવ્યા હતા. 35 જેટલા વાલીઓ એ આ નિણઁય ને વધાવી લઈ પ્રવેશ માટે હોકારો કર્યો હતો

આજના ખાનગી શાળાના વધતા પ્રભાવ વચ્ચે ગામ ના સરકારી શાળા ના શિક્ષિત શિક્ષકો ને ભણાવવા માટે વિધાથી દોયલૂ બન્યુ છે સરકાર પણ ખાનગી શાળા ની ઉધાળી લુટબંધ કરવા નવા કડક કાયદા લાગુ કર્યા છે ત્યારે ટંકારા ના હરબટીયાળી ગામના સરપંચ ટંકારા તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન મધુબેન સંઘાણી નિવૃત્ત શિક્ષક નમેરાજી સહીત યુવાન ટિમ ની સરકારી શાળા ની જાણવણી અને ગામનુ બાળક ગામમાં જ ભણે એવા હેતુ થી ચોરા પાસે વાલી મિટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ખાનગી શાળા ની ખરાબિ ઉપર રીતસર તિખા વાર કરી સરકારી શાળા ને ઉતમ ઉદાહરણ આપી તેમના દિકરી દિકરા ને સરકારે ચુટેલા શિક્ષકો પાસેથી  અક્ષર જ્ઞાન અપાવવા વિનંતી કરી હતી સભામાં જણાવ્યું હતું કે 12 પાસ થઈ ને આલીશાન શાળા મા ચોપડા ના ચણતર કરાવનાર દરેક ને 90 કે 95 ટકા આપી વાલી ને મસકા મારી પોતાનુ કામ કઠાવી લે છે શિક્ષણ ફિ અપડાઉન માટે બસ ફિ સાથે ઈનિફોમ પુસ્તકો અને અન્ય ઈતર પ્રવૃત્તિ માટે કમર તોડખર્ચ વાલી માથે નાખવામાં આવે છે

- text

ત્યારે ગામના 35 જેટલા પર્બુધ નાગરીકે પોતાના કાળજાના કટકા ને સરકારી શાળા મા ભણાવવા માટે હોકારો ભણ્યો હતો આ સાથે આગામી દિવસોમાં દરેક ધર ધર ધુમી વાલી જાગૃતિ અભિયાન શરૂ કરવા નુ પણ જણાવાયું છે

એક વર્ષ પહેલાં જ જબલપુર ગામે ૯૫ %વિધાથી સરકારી શાળામાં પ્રવેશ કર્યો હતો જેમાં ૪૦ જેટલા યુવાનો ની ૬ મહીનાની મહેનત રંગ લાવી ગરીબ અને અમીર ના૨૨૭ વિધાથીઁ સરકારી શાળામાં એક સાથે અભ્યાસ કરાવવા વાલી ને રાજી કર્યા હતા

આગામી દિવસોમાં વિધાથી ને આધુનિક સવલતો મળશે.

ગામ ના યુવાન મિત્રો એ ફેસબુક કે સોશિયલ મીડિયા પર સમય બગાડવાને બદલે ટીમ બનાવી વાલી ને સરકારી શાળામાં તેનુ વાલસોયુ અભ્યાસ કરે તે માટે યુવાનો ને રાજકીય નેતાઓ મેદાનમાં ઉતાર્યા છે અને સંપુણ સફળતા મેળવ્વા મથી રહ્યા છે આ યુવાનો સરકારી શાળાનો વિઘાથી ખાનગી શાળા થી અળગો ન રહે માટે ટુક સમય મા ખિસા ખઁચ માથી રકમ જમા કરી યુનિફોર્મ. ટાઇ. ઓળખપત્ર ને કોમ્પ્યુટર જ્ઞાન સાથે પાઇવેટ સ્કુલ ને ટક્કર મારે તેવુ આયોજન કરવામાં આવશે  સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે ટકોર કરી સરકારી કર્મચારીઓ તેના બાળકો ને સરકારી શાળા મા ભણાવે તેના પર ભાર મૂક્યો છે ત્યારે ટંકારા ના તમામ ગામો આજ પ્રમાણે તેના બાળકો ને શાળામાં અભ્યાસ કરાવા સરકારી તંત્ર દ્વારા બનાવેલ સંસ્થા નો સહારો લે તે જરૂરી નહી પણ આવનાર પેઢી માટે યોગ્ય પણ છે

- text