મોરબી : ૬૦ જેટલા વ્યસનમુક્ત પરિવારો નું જાહેર સન્માન કરવામાં આવ્યું

- text



મોરબી : ગુજરાત માં પ્રથમ વખત વ્યસનમુક્ત પરિવારો નું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું મોરબી ના સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા મોરબી માં આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૬૦ જેટલા પરિવારો નું સન્માન કરવામાં આવ્યું તેમજ વ્યસન છોડવા માંગતા લોકો ને તમામ મદદ્દ ની ખાતરી આપવામાં આવી હતી

મોરબી ના કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ ખાતે મોરબી જીલ્લા માં વસવાટ કરતા ૬૦ જેટલા પરિવારો નું જાહેર સન્માન કરવામાં આવ્યું . મોરબી ની સેતુબંધ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામીનારાયણ સંપ્રદાય ના પ્રખર વક્તા અપૂર્વ મુની સ્વામી ઉપરાંત પ્રોહીબીસન અને એક્શાઈઝ ના ડાયરેક્ટર સુનીલકુમાર ,જીલ્લા કલેકટર આઈ કે પટેલ , જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ તેમજ સીરામીક એસો.ના પ્રમુખ કે જી કુંડારીયા, ક્લોક એસો ના પ્રમુખ શશાંક દંગી સહીત મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યાં હતા  રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દરેક સમાજ ના લોકો એ વ્યસન રૂપી દાનવ ના સકંજા માંથી બહાર આવે અને સુખી તેમજ તંદુરસ્ત રાષ્ટ્ર ના નિર્માણ માં ભાગીદાર થાય એ હેતુ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

- text

અપૂર્વમુની સ્વામીએ પ્રાસંગીક પ્રવચન માં જણાવ્યુ હતું કે આજ ના સમય માં વ્યસન જેવા દુષણ થી દુર રહ્યા હોય એવા પરિવાર નું જાહેર સન્માન કરવામાં આવ્યું હોય એવી કદાચ આ રાજ્ય ની પ્રથમ ઘટના છે વ્યસન ને છોડતા લોકો ને સન્માનિત કરવામાં આવ્યા હોય એવું ઘણીવાર બને છે પણ વ્યસન થી બચી ને રહ્યા હોય એવા લોકો ને બિરદાવવા નું કોઈ ને કદાચ યાદ આવ્યું નહોતું ત્યારે મોરબી ના સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા સમાજ ને નવો રાહ ચિંધવામાં આવ્યો છે વ્યસન થી મુક્ત રહેલ પરિવારો પણ ગૌરવ સાથે અન્ય લોકો ને વ્યસન મુક્ત બનાવવા આગળ આવે અને તેમની વ્યસનમ્મુક્ત રહી શક્ય ની ઉપલબ્ધી ની કોઈ એ નોંધ લીધી એ વાત નો સંતોષ તેમને મળે એવા આ કાર્યક્રમ થકી મોરબી જીલ્લા માં વ્યસન ના દુષણ ને નાથવા હવે વધુ ને વધુ લોકો આગળ આવશે એવો આશાવાદ સ્વામીનારાયણ સંપ્રદાય ના અપૂર્વ મુની સ્વામી એ વ્યક્ત કર્યો હતો તેમજ આવા સુંદર વિચાર ને અમલ માં મુકવા બદલ સંસ્થા ને અભિનંદન આપ્યા હતા. આ કાર્યકમથી પ્રેરાઈને સીરામીક એસો.ના પ્રમુખ કે જી કુંડારીયા સહિત પાંચ લોકોએ વ્યસન ને તિલાંજલિ આપી હતી

ગ્રામીણ વિસ્તારો ના બેરોજગારો માટે રોજગારી પૂરી પાડવાના હેતુ થી રચાયેલ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા સમાજ ને આર્થીક પગભર કરવાની સાથે તંદુરસ્ત બનાવવા ની નેમ વ્યક્ત કરવામાં આવી ને તેની સરુઆત માં સૌ પ્રથમ વ્યસન જેવા દાનવ થી બચાવમાં સફળ ર્રહેલ પરિવારો ને જાહેર માં સન્માનિત કરી તેમની ઉપલબ્ધી ને બિરદાવવામાં આવી આ હેતુ ને હવે સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારો સુધી લઇ જવામાં આવનાર છે ગુજરાત ના ઈતિહાસ માં કદાચ પહેલી વાર વ્યસનમુક્ત રહેલ પરિવારો ને સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે સંસ્થા વધુ ને વધુ લોકો સુધી પહોચે અને રોજગારી ની સાથે સાથે તંદુરસ્તી પહોચાડવામાં સફળ રહે એવી આશા રાખવામાં આવી રહી છે

 

 

- text