મોરબી સિરામિક એસોસિએશન દ્વારા FOREX RISK MANAGEMENT ઉપર સેમિનાર યોજાયો

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા સિરામિક ઉદ્યોગકારો માટે FOREX RISK MANAGEMENT ઉપર સેમિનારનું આયોજન કરવા માં આવ્યું હતું. મોરબી સિરામિક એસોસિયેશનની ઑફિસના સેમિનાર હોલ માં યોજાયેલા આ સેમિનાર માં એસોસિયેશન ના પ્રમુખ કે.જી.કુંડરિયા, નિલેશ જેતપરિયા સહિત મોટી સંખ્યા માં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. મોરબીમાંથી હાલ મોટાપાયે કરોડો રૂપિયાની સિરામિક પ્રોડકટ નું એકસપોટઁ થાય છે. ત્યારે ડોલરના ભાવની વધઘટ સામે forward contract કરીને કંઈ રીતે રક્ષણ મેળવી શકાય તેની વિસ્તૃત માહીતી આ સેમિનારમાં finerex treasure advisors -મુંબઈ ના ચિંતન માસ્તરે મોરબી ના એક્સપોર્ટરોને વિગતવાર માહિતી અને સમજણ આપી હતી. આ સેમિનારથી મોરબીના ઉદ્યોગને મોટો ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરાઇ રહી છે.