પરમ પુજ્ય હેમપ્રભ સુરીજી મા. સા સાથે 6 થાણા ઉગ્ર વિહાર કરી ટંકારા પધાર્યા

- text


પ. પુ વ્રજસેન વિજયજી મા. સા ના લધુગુરૂ બંધુ પરમ પુજ્ય હેમપ્રભ સુરીજી મા. સા સાથે 6 થાણા ઉગ્ર વિહાર કરી ટંકારા પધાર્યા હતા જૈન દેરાસર ખાતે સંધ અને પાંજરાપોળ ને અંતરના આશીર્વાદ આપ્યા હતા

થોડા વર્ષો પહેલા ટંકારા ની ભુમીદળમા છરી પાલક સંધ થકિ પ્રવચન ધર્મ ધ્યાન ને ગુરૂભંગવતો ના આશીર્વાદ નો

લાભ આપનાર પ. પુ વ્રજસેન વિજયજી મા. સા ના લધુગુરૂ બંધુ પરમ પુજ્ય હેમપ્રભ સુરીજી મા. સા સાથે 6 થાણા ઉગ્ર વિહાર કરી ટંકારા પધાર્યા હતા ટંકારા જૈન સમાજ સાથે જૈનેતર મુસ્લિમ સમાજ પણ સાહેબ જી ની ગુરૂવાણી રસ પુરક સાંભળી પોતાના જીવનમાં આચરણ મા લાવે છે

- text

આ સાથે ટંકારા ના પ્રબુદ્ધો જ્યારે દર્શને આવ્યા હતા ત્યારે ઉપાશ્રય ની જાણવણી માટે સક્ષમ યુવાનોને જાત મહેનત થી કરેલ સાફ સફાઈ એ ગુરૂભંગવતો ની ખરી ભક્તિ ગણાવી હતી માટે જયા પણ ધર્મ સ્થાનકો આવેલા છે ત્યા વૈયાવચ કરતા દરેક યુવાનોને આ કાર્ય માટે આગળ આવવા સુજાવ મુક્યો હતો આમ ટંકારા 150 વર્ષ જુની પાંજરાપોળ અને ટંકારા જૈન સમાજ માટે અંતરના આશિષ પાઠવીને જૈન શાસન  ની જેટલી પણ બને તેટલી તન મન અને ધન થી સેવા કરવી એ નૈતિક જવાબદારી ગણાવી હતી

- text